Connect Gujarat
Featured

પશ્ચિમ બંગાળના "અધિકારી" મમતા બેનર્જી જ, ભાજપ 100 બેઠક પણ ન મેળવી શકયું

પશ્ચિમ બંગાળના અધિકારી મમતા બેનર્જી જ, ભાજપ 100 બેઠક પણ ન મેળવી શકયું
X

- ભાજપના કમળ પર મમતા બેનર્જીની વ્હીલચેર ફરી વળી

- ભાજપનો 200 બેઠકોનો દાવો પણ 100ને પણ પાર ન કરી શકી




પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચુંટણીમાં મમતા બેનર્જીની ટીએમસીએ 200 કરતાં વધારે બેઠકો મેળવી સતત ત્રીજી વખત સત્તા મેળવી છે. પશ્ચિમ બંગાળમાં સત્તા મેળવવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહના સ્વપનને પશ્ચિમ બંગાળની જનતાએ ચકનાચુર કરી નાંખ્યું છે.


એપ્રિલ અને મે મહિનામાં પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, કેરલ, આસામ અને પોંડેચેરીમાં વિધાનસભાની ચુંટણી યોજાઇ હતી. આજે રવિવારના રોજ પાંચેય વિધાનસભાના મતોની ગણતરી હાથ ધરવામાં આવી હતી. આખા દેશની નજર પશ્ચિમ બંગાળના પરિણામો ઉપર હતી કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બંગાળમાં ભાજપ 200 કરતાં વધારે બેઠકો મેળવશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો પણ જેમ જેમ મતગણતરી આગળ વધતી ગઇ તેમ ભાજપના સત્તા મેળવવાના સ્વપન ઉપર પણ મમતા બેનર્જીની વ્હીલચેર ફરવા લાગી હતી. મમતા બેનર્જીનું ખેલા હોબેનું સુત્ર બંગાળની જનતા પર ભારે અસર કરી ગયું હોય તેમ તેમની પાર્ટી ટીએમસીને 200 કરતાં વધારે બેઠકો મળી છે. જયારે બીજી તરફ 200 બેઠકો મેળવવાનો દાવો કરનારા ભાજપને 100 બેઠકો પણ મળી ન હતી. પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓ તથા કોંગ્રેસના સુપડા સાફ થઇ ગયાં છે. ગત વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસ જેટલી બેઠકો જીતી હતી તેટલી બેઠકો ભાજપના ફાળે ગઇ છે. આમ બંગાળના પરિણામોએ કોંગ્રેસને માથું ખંજવાળતી કરી નાંખી છે. પશ્ચિમ બંગાળની ચુંટણીમાં મમતા બેનર્જીની સામે આખું ભાજપ પડયું હતું પણ એક મહિલાએ આખા ભાજપને હંફાવી દીધું છે. ભલે ભાજપન ત્રણ પરથી આગળ વધ્યું હોય પણ બંગાળમાં જાદુ તો મમતા બેનર્જીનો જ ચાલ્યો છે. મમતા બેનર્જીએ બંગાળ તો સર કરી લીધું છે પણ તેમની જ પાર્ટીના અને ભાજપમાં સામેલ થયેલા શુભેન્દુ અધિકારીને નંદીગ્રામ બેઠક પરથી હરાવી દીધાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બંગાળની જનતા કેન્દ્ર સરકાર સામે મજબુતાઇથી અવાજ ઉઠાવનારને પસંદ કરે છે તેથી તેમણે ભાજપને બહારનો રસ્તો બતાવી દીધો છે. ટીએમસીના ભવ્ય વિજય બદલ વિવિધ પક્ષોના રાજકીય નેતાઓએ મમતા બેનર્જીને અભિનંદન પાઠવ્યાં છે.

Next Story