આલિયા કે દીપિકા કોણ હશે ગોલમાલ-4ની હિરોઇન?

New Update
આલિયા કે દીપિકા કોણ હશે ગોલમાલ-4ની હિરોઇન?

ગોલમાલ સીરિઝની ત્રણ ફિલ્મો હીટ થયા બાદ રોહિત શેટ્ટી ગોલમાલ-4 સાથે પાછા ફરી રહ્યાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ગોલમાલ-4માં અજય દેવગણની સામે આલિયા ભટ્ટ કે દિપીકા પાદુકોણ બંને અભિનેત્રીઓમાંથી કોઇ એકની પસંદગી કરવામાં આવશે.

ગોલમાલ-4માં કઇ અભિનેત્રી કામ કરશે તે અંગે આખરે દીપિકા અને આલિયાના નામ સાંભળવા મળ્યા હતા.

ગોલમાલમાં કામ કરનાર અર્શદ વારસીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ગોલમાલ-4 માટે આલિયા અને દીપિકા પાદુકોણના નામ અંગે ચર્ચા સાંભળી છે.

એક તરફ આલિયા છે જેણે ગ્લેમરસ રોલથી માંડીને હાર્ડ પર્ફોર્મર તરીકે જબરદસ્ત ભૂમિકા ભજવી છે. બીજી તરફ દીપિકા પણ તેના દરેક રોલને ન્યાય આપે છે. પરંતુ આલિયા અજય સામે વધારે નાની લાગે છે તેથી દીપિકાને ફિલ્મમાં લેવાય તેવી શક્યતાઓ વધુ છે.

ઉલ્લેખનીય છે કે દીપિકા કે આલિયા બંનેમાંથી કોઇએ અગાઉ અજય દેવગણ સાથે કામ કર્યું નથી. તેથી, આ ફિલ્મ સાથે એક નવી જોડી જોવા મળશે તે તો નક્કી છે.