Connect Gujarat
દુનિયા

શ્રીલંકા બાદ હવે વધુ એક પાડોશી દેશની અર્થવ્યવસ્થા હાલક ડોલક

શ્રીલંકા બાદ હવે વધુ એક પાડોશી દેશની અર્થવ્યવસ્થા હાલક ડોલક
X

નેપાળની સેન્ટ્રલ બેંકે એક મોટી જાહેરાત કરી છે. સેન્ટ્રલ બેન્કે વાહનો અને કોઈપણ મોંઘી અથવા લક્ઝરી વસ્તુઓની આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. વાસ્તવમાં નેપાળમાં રોકડની અછત ની સાથે વિદેશી મુદ્રા ભંડાર માં પણ ઘટાડો થઈ રહ્યો છે. જેના કારણે બેંકે આ મોટો નિર્ણય લેવો પડ્યો છે. નેપાળની કેન્દ્રીય બેંક 'નેપાળ રાષ્ટ્ર બેંક' એ ગયા અઠવાડિયે અધિકારીઓ સાથેની ઉચ્ચ સ્તરીય બેઠક બાદ આ સૂચના જારી કરી હતી.આ જાહેરાત પછી, NRB ના પ્રવક્તા ગુણાખર ભટ્ટે કહ્યું, "અમે અર્થવ્યવસ્થામાં કોઈપણ પ્રકારની કટોકટી ના સંકેત જોઈ રહ્યા છીએ જેનું મુખ્ય કારણ આયાતમાં વધારો છે."

એટલા માટે અમે તે વસ્તુઓની આયાત બંધ કરવાનું વિચારી રહ્યા છીએ જેની તાત્કાલિક જરૂર નથી.ઉલ્લેખનીય છે કે, પાડોશી દેશ શ્રીલંકા જેમ નેપાળ ની આર્થિક સ્થિતિ પણ કથળી રહી છે.

આયાતમાં વધારો, પ્રવાસન અને નિકાસ માંથી આવક નો અભાવ અને ચૂકવણીના પ્રવાહમાં ઘટાડો થવાને કારણે જુલાઈ 2021 થી નેપાળમાં વિદેશી હૂંડિયામણ ની અનામતો ઘટી રહી છે. સેન્ટ્રલ બેંક દ્વારા જારી કરવામાં આવેલા આંકડા અનુસાર, ફેબ્રુઆરી 2022 સુધીમાં દેશના કુલ વિદેશી મુદ્રા ભંડાર 17 ટકા ઘટીને $9.75 બિલિયન થઈ ગયો છે.જે જુલાઈ, 2021ના મધ્ય સુધીમાં $11.75 બિલિયન હતું. જો કે નેપાળના નાણામંત્રી જનાર્દન શર્મા આશ્વાસન આપ્યું હતું કે દેશ શ્રીલંકાના રસ્તે નથી જઈ રહ્યો

Next Story