Connect Gujarat
દુનિયા

અમેરિકા : જ્યોર્જિયાના એટલાન્ટામાં ફરી ગોળીબારથી 3 લોકોનાં મોત, શોપિંગ મોલ નજીક બની ઘટના....

અમેરિકામાં જ્યોર્જિયાની રાજધાની એટલાન્ટામાં એક શોપિંગ મોલ નજીક ફાયરિંગની ઘટના બની હતી.

અમેરિકા : જ્યોર્જિયાના એટલાન્ટામાં ફરી ગોળીબારથી 3 લોકોનાં મોત, શોપિંગ મોલ નજીક બની ઘટના....
X

અમેરિકામાં જ્યોર્જિયાની રાજધાની એટલાન્ટામાં એક શોપિંગ મોલ નજીક ફાયરિંગની ઘટના બની હતી. પોલીસે જણાવ્યું કે આ ઘટનામાં ઓછામાં ઓછા 3 લોકોના મોત થયા છે. અહેવાલ મુજબ અધિકારીઓને દક્ષિણ પશ્ચિમ એટલાન્ટામાં ઇવાન્સ સ્ટ્રીટ પર લગભગ 1:30 વાગ્યે એક વ્યક્તિને ગોળી મારવામાં આવી હોવાની જાણ કરાઈ હતી. ફાયરિંગની માહિતી મળતાં જ હોમિસાઈડ ઓફિસર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બે લોકોએ ફાયરિંગની ઘટનાને અંજામ આપ્યું હતું. રિપોર્ટ અનુસાર, પોલીસે કહ્યું કે તેમાંથી એકે પિસ્તોલ પણ કાઢી અને જવાબી ગોળીબાર કર્યો હતો. તપાસકારોએ કહ્યું કે ઘટના સ્થળે 3 લોકો મળી આવ્યા હતા જેમને ગોળી વાગી હતી જેમાંથી બે ઘટનાસ્થળે જ મૃત્યુ પામી ચૂક્યા હતા જ્યારે ત્રીજી વ્યક્તિને ગ્રેડી મેમોરિયલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં તે પણ સારવાર દરમિયાન મૃત્યુ પામી હતી. તેમનું કહેવું છે કે ફાયરિંગમાં માત્ર ત્રણ જ લોકો સામેલ હતા. ત્રણ પુરુષોમાંથી એક 17 વર્ષનો હતો, બીજો 20 વર્ષનો હતો અને ત્રીજો 30 વર્ષનો હતો.

Next Story