Connect Gujarat
દુનિયા

અબુધાબીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયો હુમલો, ત્રણ લોકોના મોત

અબુધાબીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે બે ધમાકા થયા હતા.

અબુધાબીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર થયો હુમલો, ત્રણ લોકોના મોત
X

યમનના ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીએ સાઉદી અરબ બાદ હવે યુએઇ પર હુમલો કરવાનુ શરૂ કરી દીધુ છે. અધિકારીઓએ અનુસાર, અબુધાબીના આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે બે ધમાકા થયા હતા. દુબઇના અલ અરબિયા ઇંગ્લિશના રિપોર્ટ અનુસાર, આ હુમલામાં ત્રણ લોકો માર્યા ગયા છે, જેમા બે ભારતીય નાગરિક અને એક પાકિસ્તાની નાગરિક છે, જ્યારે છ લોકો ઘાયલ થયા છે. બતાવવામાં આવી રહ્યું છે કે આ હુમલો ડ્રૉન્સ દ્વારા કરવામાં આવ્યો છે.

ઇરાન સમર્થિત હૂતી વિદ્રોહીએ હુમલાની જવાબદારી લઇ લીધી છે. સંગઠને નિવેદન આપીને યુએઇ પર હુમલા શરૂ કરવાની વાત કહી છે. યુએઇના સ્થાનિક મીડિયા અનુસાર, એરપોર્ટ પર આ બ્લાસ્ટ અબુધાબી નેશનલ ઓઇલ કંપની (ADNOC)ના પેટ્રૉલ લઇ જઇ રહેલા ટેન્કરોમાં થયા છે. શરૂઆતી તપાસમા સામે આવ્યુ છે કે ટેન્કરોમાં આગ લાગવાના ઠીક પહેલા આકાશમાં ડ્રૉન જેવી આકૃતિઓ દેખાઇ હતી. જો કે બે અલગ અલગ વિસ્તારોમાં પડી હતી.

હૂતી આતંકીઓના ડ્રોન હુમલામાં અબુધાબી એરપોર્ટ પરના 3 ઓઈલ ટેન્કર બળીને ખાખ થયા છે તથા કન્ટ્રક્શન સાઈટ તબાહ થઈ છે તથા કેટલાક લોકો ઘાયલ થયા હોવાની પણ ખબર છે.

Next Story