Connect Gujarat
દુનિયા

કેનેડાથી USમાં ગેરકાયદે ઘૂસતા સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી, ભારતીય પરિવાર સહિત 8નાં મૃતદેહો મળ્યા

કેનેડાથી USમાં ગેરકાયદે ઘૂસતા સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી, ભારતીય પરિવાર સહિત 8નાં મૃતદેહો મળ્યા

કેનેડાથી USમાં ગેરકાયદે ઘૂસતા સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી, ભારતીય પરિવાર સહિત 8નાં મૃતદેહો મળ્યા
X

કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ લોકોના મોત થયા છે. જેમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. મૃત્યુ પામેલાઓમાં એક પરિવાર ભારતીય હતો. રોયટર્સ અનુસાર, પરિવાર બોટ દ્વારા સેન્ટ લોરેન્સ નદી પાર કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પોલીસને ગુરુવારે ક્યુબેકના એક વિસ્તારમાં પલટી ગયેલી બોટ નજીકથી મૃતદેહો મળ્યા હતા.

અમેરિકાની એક્વેસ્ને મોહોકના પોલીસ વડાએ જણાવ્યું કે એવું માનવામાં આવે છે કે તેઓ બે પરિવારના હતા. એક પરિવાર રોમાનિયન મૂળનો છે અને બીજો ભારતીય મૂળનો છે. તમામ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. જો કે હજુ સુધી ભારતીય પરિવાર વિશે વધુ માહિતી મળી નથી.

Next Story