Connect Gujarat
દુનિયા

યુક્રેનમાં સીઝ ફાયર: માનવ કોરિડોર બનાવશે,ફસાયેલા લોકોને યુક્રેન છોડવા સમય અપાયો

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ છે. ત્યારે રશિયાએ ફરી વાર સમગ્ર યુક્રેનમાં સીઝફાયરની જાહેરાત કરી દીધી છે.

યુક્રેનમાં સીઝ ફાયર: માનવ કોરિડોર બનાવશે,ફસાયેલા લોકોને યુક્રેન છોડવા સમય અપાયો
X

રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધનો આજે 12મો દિવસ છે. ત્યારે રશિયાએ ફરી વાર સમગ્ર યુક્રેનમાં સીઝફાયરની જાહેરાત કરી દીધી છે. આ સીઝફાયર 12:30 વાગ્યે શરૂ થશે. આ દરમિયાન યુદ્ધમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે માનવ કોરિડોર બનાવવામાં આવશે. રશિયાએ યુક્રેનમાં બીજી વખત યુદ્ધવિરામની જાહેરાત કરી છે. અગાઉ પણ બે શહેરોમાં યુદ્ધવિરામની જાહેરાત કરાઇ હતી પરંતુ રશિયાએ થોડા જ કલાકોમાં તેને ખતમ કરી દીધું હતું અને રશિયાએ બોમ્બમારો શરૂ કરી દીધો હતો.રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધના 12માં દિવસે રશિયાએ નાગરિકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે યુદ્ધવિરામની જાહેરાત કરી છે. રશિયાએ યુક્રેનના ચાર શહેરો કિવ, મારુપોલ ખાર્કિવ અને સુમીમાં બપોરે 12.30 વાગ્યાથી યુદ્ધવિરામ જાહેર કર્યો છે.

આ દરમિયાન રશિયા ડ્રોનમાંથી બહાર નીકળતા લોકોની હિલચાલ પર ચાંપતી નજર રખાશે. રશિયાનો આરોપ છે કે, યુક્રેન આ યુદ્ધવિરામ દરમિયાન કંઈક ખોટું કરી શકે છે.આ પહેલા સોમવારે સવારે રશિયાએ યુક્રેનના ખાર્કિવ શહેરમાં રહેણાંક ઇમારતોને નિશાન બનાવી હતી. જો કે લોકોને પહેલાથી જ બંકરો સહિત સુરક્ષિત સ્થળો પર જવાની સલાહ આપવામાં આવી હતી, પરંતુ હજુ પણ કેટલાંક લોકો ત્યાં ફસાયા હોવાની આશંકા છે. અહીં યુક્રેને રશિયાની ઘણી ટેન્કોને પણ નષ્ટ કર્યાનો દાવો કરાયો છે.રશિયાએ યુક્રેનમાં બીજી વખત સીઝફાયરની જાહેરાત કરી છે.24 ફેબ્રુઆરીથી શરૂ થયેલા આ યુદ્ધમાં હવે યુક્રેનના સામાન્ય લોકોનો જીવ પણ જઈ રહ્યો છે. ભયભીત લોકો સલામત વિસ્તારોમાં જવા માગે છે, જેને કારણે સદીનું સૌથી મોટું સ્થળાંતર પણ આ 12 દિવસમાં જોવા મળ્યું હતું. આજે PM મોદી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે ફોન પર વાત કરશે.

Next Story