Connect Gujarat
દુનિયા

ચીનની ફરી અવળચંડાઇ,આખું વિશ્વ જેના વિરોધમાં છે એવા તાલિબાનને આપશે માન્યતા !

અફઘાનિસ્તાનમાં ધીરે ધીરે તાલિબાન પોતાનો કબ્જો જમાવી રહ્યું છે. ત્યારે પાકિસ્તાન બાદ ચીન પણ તાલિબના પર મહેરબાન થયું છે.

ચીનની ફરી અવળચંડાઇ,આખું વિશ્વ જેના વિરોધમાં છે એવા તાલિબાનને આપશે માન્યતા !
X

અફઘાનિસ્તાનમાં ધીરે ધીરે તાલિબાન પોતાનો કબ્જો જમાવી રહ્યું છે. ત્યારે પાકિસ્તાન બાદ ચીન પણ તાલિબના પર મહેરબાન થયું છે. અફઘાનિસ્તાનમાં શાતીની વાત કરવા વાળા ચીને તેનો અસલી રંગ બતાવ્યો છે. કારણકે ચીન હવે અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજને માન્યતા આપવા માટે વિચારી રહ્યું છે. અમેરિકાની ન્યૂઝ એજન્સીઓને જાણકારી મળી છે કે જો તાલિબાન અફાઘાનિસ્તાન પર કબ્જો મેળવી લેશે તો ચીન તેને માન્યાતા આપી શકે છે. જો આવું થયું તો ભારત અને અમેરિકા સહિતના દેશોને મોટો ઝટકો લાગી શકે છે. કારણકે ઘણા બધા દેશો તાલિબાન પર હાલ દબાણ આપી રહ્યા છે. સાથેજ એવી ઈચ્છા રાખે છે કે અફગાનિસ્તાનમાં શાંતિ કાયમ રહે. અમેરિકાની ન્યૂઝ એજન્સી પ્રમાણે જો તાલિબાન આફઘાનિસ્તાનમાં લોકતાંત્રિક રૂપે ચૂંટાશે તો ત્યાની સરકાર પર આ વસ્તુ ભારે પડી શકે છે. કારણકે તે કાબુલ પર પણ તેનો કબ્જો જમાવી લેશે. જો આવું થયું તો ચીન તાલિબાનને શાસકના રૂપમાં માન્યતા આપી દેશે. તાલિબાને મે મહિનામાં પોતાનો આતંક ફેલાવાનું શરૂ કર્યું હતું. હાલ તેમણે 160 કરતા વધારે જિલ્લા પર પોતાનો કબ્જો જમાવી લીધો છે. કુલ 34 પ્રાંતો માંથી 12 પ્રાંત પર તાલિબાને કબ્જો જમાવી લીધો છે. જેમા કંધાર, હેરાત અને લશ્કર ગાહ જેવી પ્રાંત પણ શામેલ છે.

Next Story