Connect Gujarat
દુનિયા

કોરોનાથી દુનિયાની મહાસત્તા થાકી, વાઇરસે આખા યુરોપનો ભરડો લીધો

દુનિયાના તમામ દેશોમાં કોરોનાનાં કારણે સ્થિતિ વકરી રહી છે.

કોરોનાથી દુનિયાની મહાસત્તા થાકી, વાઇરસે આખા યુરોપનો ભરડો લીધો
X

દુનિયાના તમામ દેશોમાં કોરોનાનાં કારણે સ્થિતિ વકરી રહી છે. અમેરિકામાં તો રોજના સાતથી દસ લાખ કેસ આવતા પ્રેસિડેન્ટ બિડેને પણ કહી દીધું કે હવે અમેરિકન્સ થાક્યા છે.બ્રિટનમાં ઓમિક્રોનના કેસ ટેનમાં ટોચ પર પહોંચ્યા પછી પ્રતિબંધો હટાવવામાં આવ્યા હોવા છતાં, કોવિડે પોતાનું કામ ચાલુ રાખ્યું છે.

કોરોનાએ આખા યૂરોપમાં ભરડો લીધો છે તેમ કહો તો પણ ચાલે. કારણ કે ફ્રાન્સમાં સતત બીજા દિવસે કોરોનાના ચાર લાખથી વધુ કેસ નોંધાયા છે.છેલ્લા 24 કલાકમાં ફ્રાન્સમાં 4.36 લાખ નવા કેસ નોંધાયા છે.જર્મનીમાં છેલ્લા 24 કલાકમાં 1.21 લાખથી વધુ કેસ નોંધાયા છે. બીજી તરફ, ન્યુઝીલેન્ડમાં ઓમિક્રોનના વધતા કહેર પછી, પીએમ જેસિકા આર્ડર્ને કહ્યું છે કે જો સંક્રમણ કમ્યુનિટી સ્તરે ફેલાય છે, તો દેશમાં ફરીથી નિયંત્રણો લાદવા પડી શકે છે બીજી તરફ, ત્રીજી લહેર ધીમી પડ્યા બાદ બ્રિટને ઘણા પ્રતિબંધ હટાવવા ની જાહેરાત કરી હતી. બ્રિટિશ પીએમ બોરિસ જોન્સને ઓમિક્રોનની વધતી મુશ્કેલીઓ વચ્ચે માસ્ક ની જરૂરિયાત ને હવે સમાપ્ત કરવાની જાહેરાત કરી. આ સિવાય યુકેમાં work from home બંધ કરી દેવામાં આવ્યું છે. જ્હોન્સને વૈજ્ઞાનિકોને ટાંકીને કહ્યું હતું કે, ઓમિક્રોનના કેસ તેની ટોચ પર પહોંચી ગયા છે અને હવે તેની ગતિ અટકતી જણાઈ રહી છે.અમેરિકા-બ્રાઝિલમાં ખરાબ સ્થિતિ યુએસમાં છેલ્લા 24 કલાકમાં સાત લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. દેશમાં દરરોજ 2,000 થી વધુ લોકોના મોત થઈ રહ્યા છે. દર્દીઓની વધતી સંખ્યાને કારણે હોસ્પિટલો ભારે દબાણ હેઠળ છે. એ જ રીતે બ્રાઝિલમાં છેલ્લા એક દિવસમાં બે લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. દેશમાં સતત બીજા દિવસે દેશનો કેસનો અગાઉનો રેકોર્ડ તૂટી ગયો છે. આ સમયગાળા દરમિયાન દેશમાં મૃત્યુઆંક 350 હતો.

Next Story