Connect Gujarat
દુનિયા

બ્રાઝિલમાં વરસાદથી ભારે તારાજી, 78 લોકોના મૃત્યુ

બ્રાઝિલના રિયો ધ જિનરિયો રાજ્યના પર્વતીય ક્ષેત્રમાં આજે ભારે વરસાદને કારણે ભૂસ્ખલનનો બનાવ બન્યો છે. જેમા ઘણા લોકોના મોત થયા છે.

બ્રાઝિલમાં વરસાદથી ભારે તારાજી,  78 લોકોના મૃત્યુ
X

બ્રાઝિલના રિયો ધ જિનરિયો રાજ્યના પર્વતીય ક્ષેત્રમાં આજે ભારે વરસાદને કારણે ભૂસ્ખલનનો બનાવ બન્યો છે. જેમા ઘણા લોકોના મોત થયા છે. સ્થાનીક મીડિયાના રિપોર્ટ પ્રમાણે 78 લોકોના અત્યાર સુધીમાં મોત થયા છે. સ્થાનિક અધિકારીઓ એવી માહિતી આપવામાં આવી છે કે અત્યાર સુધીમાં સૌથી વધારે પેટ્રોપોલિસ વિસ્તાર પ્રભાવિત થયો છે. જેથી ત્યા રાહત અને બચાવ અભિયાન અત્યાર કરવામાં આવી રહ્યું છે.

અત્યાર સુધીમાં કુલ 21 લોકોને સુરક્ષીત રીતે બચાવામાં આવ્યા છે. 2011માં પણ બ્રાઝીલમાં આવોજ વરસાદ થયો હતો તે સમયે ઘણા લોકોના મોત થયા હતા. પરંતુ હાલ અહિયા હાલત એટલી ગંભીર છે કે કાટમાળ નીચે દબાયેલા લોકો મદદ માટે અવાજ આપી રહ્યા છે. પરંતુ કોઈ કશું કરી નથી શકાતું.પાણી અને માટીને કારણે કાટમાળ બધો વધારે અંદર ધસતો જઈ રહ્યો છે. જે પણ જગ્યાએ આવી સ્થિતી છે. ત્યા આસપાસના રાજ્યો દ્વારા મદદ મોકલવામાં આવી રહી છે. આ સિવાય 180 જેટલા આર્મી જવાનો પણ લોકોની મદદ કરી રહ્યા છે. જેમા તેઓ બચાવ કાર્યમાં જોડાઈ ગયા છે.ઉલ્લેખનીય છે કે જે વિસ્તારમાં ગંભીર પરિસ્થિતી સર્જાઈ છે. ત્યા એક કલાકમાં 25.8 સેંટીમીટર વરસાદ પડ્યો છે. જે 30 દિવસ બરોબરનો વરસાદ છે. સમગ્ર મામલે રશિયાની યાત્રાએ ગયેલા બ્રાઝીલના રાષ્ટ્રપતિ જદેયર બોલસોનારો દ્વારા ટ્વીટ કરીને તેમના મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે વરસાદને કારણે જે પણ વિસ્તારો પ્રભાવિત થયા છે. ત્યા જલ્દીથી જલ્દી મદદ મોકલવામાં આવે.

Next Story