Connect Gujarat
દુનિયા

જાણીતા લેખક સલમાન રશ્દી પર ન્યૂયોર્કમાં જીવલેણ હુમલો

ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન લેખક સલમાન રશ્દી પર ચાકુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે

જાણીતા લેખક સલમાન રશ્દી પર ન્યૂયોર્કમાં જીવલેણ હુમલો
X

ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન લેખક સલમાન રશ્દી પર ચાકુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરે સલમાન રશ્દીને મુક્કો માર્યો હતો. આ કાર્યક્રમમાં 75 વર્ષીય સલમાન રશ્દી લેક્ચર આપવાના હતા. હુમલામાં ઘાયલ થયેલા સલમાન રશ્દીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. હુમલાખોરને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે.

ન્યૂયોર્ક પોલીસે જણાવ્યું હતું કે તેઓ ચૌટૌકા ઇન્સ્ટિટ્યૂટમાં ભાષણ કાર્યક્રમ પહેલા લેખક સલમાન રશ્દી પરના હુમલાની તપાસ કરી રહ્યા છે. લગભગ 11 વાગ્યાની આસપાસ, એક શંકાસ્પદ સ્ટેજ પર આવ્યો અને તેણે રશ્દી અને ઇન્ટરવ્યુ લેનાર પર હુમલો કર્યો. રશ્દીના ગળામાં છરો મારવામાં આવ્યો હતો જે બાદ તેમને એરલિફ્ટ કરીને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેની હાલત હજુ જાણવા મળી નથી. ઇન્ટરવ્યુ લેનારને માથામાં સામાન્ય ઈજા થઈ છે. શંકાસ્પદને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

સલમાન રશ્દી પર થયેલા હુમલાને લઈને અનેક સેલિબ્રિટીઓએ ટ્વિટ કરીને ચિંતા વ્યક્ત કરી છે.

Next Story