Connect Gujarat
દુનિયા

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર મુસ્લિમોએ ટાઈમ્સ સ્ક્વેર પર નમાઝ અદા કરી,દુનિયાભરમાં ચર્ચાઓ શરૂ થઈ

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર મુસ્લિમોએ ન્યૂયોર્કના વિશ્વ વિખ્યાત ટાઈમ્સ સ્ક્વેરની શેરીઓમાં તરાવીહની નમાજ અદા કરી.

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર મુસ્લિમોએ ટાઈમ્સ સ્ક્વેર પર નમાઝ અદા કરી,દુનિયાભરમાં ચર્ચાઓ શરૂ થઈ
X

અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર મુસ્લિમોએ ન્યૂયોર્કના વિશ્વ વિખ્યાત ટાઈમ્સ સ્ક્વેરની શેરીઓમાં તરાવીહની નમાજ અદા કરી. રમઝાનના પવિત્ર મહિનાની શરૂઆતને અનુલક્ષીને, શનિવારે હજારો મુસ્લિમો ભેગા થયા અને તરાવીહની નમાજ અદા કરી. દરમિયાન, મુસ્લિમો રસ્તા પર નમાઝ અદા કરવાને કારણે સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઈ છે. જ્યારે ઘણા લોકો ટાઈમ્સ સ્ક્વેર પર નમાઝ પઢવાનું સમર્થન કરી રહ્યા છે, ત્યાં મોટી સંખ્યામાં લોકો તેનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે.

અમેરિકાના ઈતિહાસમાં આવું પહેલીવાર થઈ રહ્યું છે જ્યારે મુસ્લિમોએ ટાઈમ્સ સ્ક્વેર જેવી લોકપ્રિય જગ્યા પર નમાઝ અદા કરી હોય. ઈવેન્ટના આયોજકોએ જણાવ્યું હતું કે અમેરિકામાં રહેતા મુસ્લિમો ઈચ્છે છે કે ન્યૂયોર્ક સિટીના આ પ્રખ્યાત સ્થાન પર રમઝાન ઉજવવામાં આવે અને અન્ય લોકોને જણાવે કે ઈસ્લામ શાંતિપૂર્ણ ધર્મ છે.સમગ્ર વિશ્વમાં ઇસ્લામ વિશે ઘણી ગેરમાન્યતાઓ છે. આયોજકોએ કહ્યું, 'અમે અમારા ધર્મ વિશે એવા તમામ લોકોને જણાવવા માગતા હતા જેઓ આ વિશે જાણતા ન હતા. ઇસ્લામ શાંતિનો ધર્મ છે. મુસ્લિમોનો પવિત્ર રમઝાન માસ શનિવારથી શરૂ થયો છે.

ચાંદ દેખાયા બાદ રમઝાન માસની જાહેરાત કરવામાં આવી હતી. દરમિયાન, ટાઈમ્સ સ્ક્વેર પર નમાઝ અદા કરવાને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા છેડાઈ છે. આ ટોપ ટ્રેન્ડિંગ છે. ઘણા લોકો આ ઘટનાની આકરી ટીકા પણ કરી રહ્યા છે.

Next Story