Connect Gujarat
દુનિયા

અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ બાદ ભારત સરકાર એક્શનમાં,વાંચો શું લીધો મોટો નિર્ણય

અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન રાજ કરવા જઈ રહ્યું છે, વિશ્વમાં ખુદને મહાશક્તિ ગણાવતા અમેરિકાએ પણ હવે હાથ ઊંચા કરી દીધા છે

અફઘાનિસ્તાનમાં તાલિબાની રાજ બાદ ભારત સરકાર એક્શનમાં,વાંચો શું લીધો મોટો નિર્ણય
X

અફઘાનિસ્તાનમાં હવે તાલિબાન રાજ કરવા જઈ રહ્યું છે, વિશ્વમાં ખુદને મહાશક્તિ ગણાવતા અમેરિકાએ પણ હવે હાથ ઊંચા કરી દીધા છે ત્યારે અફઘાનિસ્તાનથી હજારોની સંખ્યામાં લોકો પલાયન કરી રહ્યા છે. પરિસ્થિતિ એવી છે કે લોકો વિમાનોમાં બસની જેમ લટકી રહ્યા છે ત્યારે ભારતના ગૃહમંત્રાલય દ્વારા આવા લોકોને વિઝા આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. એક તરફ જ્યાં ભારતનું મિશન ચાલી રહ્યું છે જેમાં એરફોર્સનાં વિમાન દ્વારા ભારતીયોને કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યાં બીજી તરફ વિઝાને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતે પોતાના વિઝા નિયમોમાં મોટો બદલાવ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા અફઘાનિસ્તાનની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિઝા નિયમોની સમીક્ષા કરવામાં આવી છે તથા મોટું એલાન કરવામાં આવ્યું છે. ઈલેક્ટ્રોનિક વિઝાની નવી શ્રેણી 'e-Emergency X-Misc Visa' શરૂ કરવામાં આવ્યા છે. જે લોકો ભારત આવવા માંગે છે જે તેમના માટે વિઝા આવેદનમાં તેજી લાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ભારતીય વાયુસેનાનું સ્પેશ્યલ વિમાન C-17 આજે સવારે થયું છે, વિમાનમાં આશરે 100 લોકો સવાર છે. નોંધનીય છે કે અમેરિકાનાં સૈનિકો દ્વારા કાબુલની એરપોર્ટ પર સુરક્ષા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. અમેરિકાનાં સૈનિકોની સુરક્ષા વચ્ચે ભારતનું આ વિમાન રવાના થયું છે અને આજે સવારે જ અમેરિકા દ્વારા કાબુલ એરપોર્ટ ખોલવામાં આવ્યું છે.

Next Story