Connect Gujarat
દુનિયા

કાબુલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારતનો માસ્ટર પ્લાન

ભારત પણ સતત વાયુસેનાના વિમાનોથી ભારતીય નાગરીકોને પરત લાવી રહ્યું છે

કાબુલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ભારતનો માસ્ટર પ્લાન
X

અફઘાનિસ્તાનમાં તાલિબાનનો કબ્જો થયા બાદ દરેક દેશો પોતાના નાગરિકો અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવામાં લાગી ગયા છે. ભારત પણ સતત વાયુસેનાના વિમાનોથી ભારતીય નાગરીકોને પરત લાવી રહ્યું છે. આવી સ્થિતિ વચ્ચે ભારત સરકારે હવે અફઘાનિસ્તાનમાં ફસાયેલા ભારતીયોને સુરક્ષિત પરત લાવવા માટે દરરોજ બે ઉડાનો સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે.

અફઘાનિસ્તાન સરકારના સૂત્રોએ એએનઆઈએ જણાવ્યું હતું કે ભારતને અફગાનિસ્તાનમાં ફસાયેલા પોતાના નાગરિકોને કાઢવા માટે કાબુલથી પ્રતિદિવસ બે ઉડાનો સંચાલિત કરવાની મંજૂરી આપી દીધી છે.

ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટના દિવસે તાલિબાન દ્વારા અફઘાનિસ્તાનના કાબુલમાં કબ્જો કર્યા બાદ હામિદ કરજઈ અંતરરાષ્ટ્રીય એરપોર્ટનું સંચાલન અમેરિકી અને ઉત્તરીય એટલાન્ટિક સંધિ સંગઠન એટલે કે નાટો દ્વારા કરવામાં આવી રહ્યું છે. ભારતને આ સંગઠન તરફથી કાબુલથી દરરોજ બે ઉડાનો સંચાલિત કરવા માટે મંજૂરી આપી દીધી છે. આ સમયે કાબુલ એરપોર્ટ સંપૂર્ણ પણે અમેરિકી સુરક્ષા દળોના નિયંત્રણ હેઠળ છે. નાટો દળો દ્વારા આ સમયે કાબુલથી 25 ઉડાનો સંચાલિત કરવામાં આવી રહી છે.

અત્યાર સુધી કાબુલની લગભગ 300 નાગરિકોને પરત લાવી ચૂક્યા છે. ભારત આ સમયે તાજિકિસ્તાન અને કતરના રસ્તે પોતાના નાગરિકોને એરલિફ્ટ કરી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ભારત C130J વિમાનથી કાબુલથી ભારતીયોને પરત લાવી રહ્યું છે. સૂત્રોની માનીએ તો ટૂંક સમયમાં એર ઇન્ડિયાની એક ફ્લાઇટ આશે 90 યાત્રીઓને લઈને ભારત પહોંચનારી છે.

અમેરિકી સુરક્ષા કર્મચારીઓના કંટ્રોલમાં કાબુલ એરપોર્ટ ઉપર ભારતીય અધિકારીઓની આવાજાહીને સુરક્ષિત બનાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એનએસએ અજીત ડોભાલે પોતાના અમેરિકી સમકક્ષ જેક સુલિવન સાથે વાતચીત કરી હતી. ત્યારબાદ ભારતને પહેલા વિમાનને કાબુલથી સંચાલિત કરવા માટે મંજૂરી મળી હતી. ભારતીય વાયુ સેનાએ અફઘાનિસ્તાનમાં પોતાના રાજદૂત અને અન્ય રાજનયિકો સહિત લગભગ 180 યાત્રીઓને પહેલા પરત લાવવામાં આવ્યા હતા.

Next Story