Connect Gujarat
દુનિયા

ઇન્ડોનેશિયા: જેલમાં આગ લાગતા 40 કેદીઓ જીવતા ભૂંજાયા, અનેક ગંભીર રીતે ઘાયલ

ઇન્ડોનેશિયાના બેન્ટન પ્રાંતની જેલમાં બુધવારે વહેલી સવારે એક ગીચ બ્લોકમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા.

ઇન્ડોનેશિયા: જેલમાં આગ લાગતા 40 કેદીઓ જીવતા ભૂંજાયા, અનેક ગંભીર રીતે ઘાયલ
X

ઇન્ડોનેશિયાના બેન્ટન પ્રાંતની જેલમાં બુધવારે વહેલી સવારે એક ગીચ બ્લોકમાં ભીષણ આગ લાગી હતી, જેમાં ઓછામાં ઓછા 40 લોકો માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. કાયદા અને માનવાધિકાર મંત્રાલયના જેલ વિભાગના પ્રવક્તા રિકા અપારિન્તીએ જણાવ્યું હતું કે તંગેરંગ જેલના બ્લોક c માં બપોરે 1 થી 2 વાગ્યાની આસપાસ આગ લાગી હતી.

તેમણે કહ્યું કે આગ લાગવાના કારણની તપાસ કરવામાં આવી રહી છે. બુધવારે રાત્રે 1 કે 2 વાગ્યા આસપાસ આગ લાગી હતી જ્યારે મોટાભાગના કેદી સૂઈ ગયા હતા અને આ દુર્ઘટનામાં કેટલાક કેદીઓને એટલી ગંભીર ઇજા પણ થઈ હતી કે તેઓ જિંદગી અને મોત વચ્ચે ઝોલાં ખાઈ રહ્યા છે. બધા ઘાયલ દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે તંગેરંગ જેલના બ્લોક C ને હવે પૂરેપૂરો ખાલી કરવી દેવામાં આવ્યો છે. બેન્ટન પ્રાંતમાં તંગેરંગ જેલના બ્લોક સીમાં આગ લાગી હતી, જ્યાં જેલ ભીડ હતી. આ બ્લોકમાં 122 કેદીઓને રાખવાની ક્ષમતા છે, પરંતુ જે કેદીઓને રાખવામાં આવ્યા હતા તેમની સંખ્યાની પુષ્ટિ થવાની બાકી છે. સપ્ટેમ્બર મહિનાના સરકારી આંકડાઓ અનુસાર, ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તા નજીકની તંગેરંગની જેલમાં 2,000 થી વધુ કેદીઓ હતા, જે તેની 600 લોકોની ક્ષમતા કરતા ઘણા વધારે છે.

Next Story