Connect Gujarat
દુનિયા

અમેરિકાના સૈનિકોની વાપસી વચ્ચે પોતાના પગ મજબૂત કરતું તાલિબાન, કંધાર એરપોર્ટ પર કરી એર સ્ટ્રાઈક

અમેરિકાના સૈનિકોની વાપસી વચ્ચે પોતાના પગ મજબૂત કરતું તાલિબાન, કંધાર એરપોર્ટ પર કરી એર સ્ટ્રાઈક
X

અફઘાનિસ્તાનમાં હાલ સ્થિતિ સતત બગડતી જઈ રહી છે. જેમાં અમેરિકાના સૈનિકોની વાપસી વચ્ચે તાલિબાન સતત પોતાના પગ મજબૂત કરી રહ્યું છે. તાલિબાન સતત દાવા કરી રહ્યું છે કે, તેણે 90 ટકાથી વધુ વિસ્તાર પર પોતાનો કબ્જો કરી દીધો છે.

અફઘાનિસ્તાન તરફથી એક નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે, તેમણે તાલિબાનના 254 આતંકવાદીઓને ઢાળી દીધા છે. અફઘાનિસ્તાની સેના તરફથી વારંવાર કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ તાલિબાન પર તાબડતોડ હુમલાઓ કરી રહ્યા છે. આ દરમ્યાન અફઘાનિસ્તાન તરફથી એક વીડિયો પણ જાહેર કરવામાં આવ્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, તાલિબાનના મૂળ ઠેકાણાઓ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી રહી છે. માત્ર 6 સેકન્ડનો આ વીડિયો અફઘાનિસ્તાનની સેના તરફથી જાહેર કરવામાં આવ્યો છે. જેમાં અનેક બિલ્ડિંગ છે જે કેમ્પસ જેવી દેખાઈ રહી છે.

અફઘાનિસ્તાનનો દાવો છે કે, અહીં તાલિબાનના આતંકવાદી છુપાયા હતા. માત્ર થોડીક જ સેકન્ડના અંતર બાદ અફઘાનિસ્તાન તરફથી એર સ્ટ્રાઇક કરવામાં આવે છે, ત્યારે ધુમાડાના વાદળો વચ્ચે ક્ષણભરમાં જ બધું જમીનદોસ્ત થઈ જાય છે. અફઘાનિસ્તાનનો દાવો છે કે, આ હુમલામાં તાલિબાનના અનેક આતંકવાદી માર્યા ગયા છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગજની, કંધાર, હેરાત, ફરાહ, જોજબાન, બલ્ખ, સમાંગન, હેલમંદ, તખર, કુંદુજ, બગલાન, કાબુલ અને કપિસા પ્રાંતોમાં ઓપરેશન બાદ 254 તાલિબાની આતંકવાદીઓને ઢાળી દેવાયા છે. તો આ સાથે જ 97 ઘાયલ થયા છે.

ગ્રામ્ય વિસ્તારોના મોટા હિસ્સા પર કબ્જો કર્યા બાદ તાલિબાને પ્રાંતીય રાજધાનીઓને ઘેરી લીધી છે, ત્યારે ગત રાત્રે અફઘાનિસ્તાનના બીજા સૌથી મોટા શહેર અને વિદ્રોહીઓના પૂર્વ ગઢ કંધારમાં એરપોર્ટ ખાતે પણ 3 રોકેટ છોડી નુકશાન પહોચડવામાં આવ્યું હતું.

Next Story