Connect Gujarat
દુનિયા

દેવાના ડુંગર નીચે પાકિસ્તાન: કુલ દેવુ ૫૦ લાખ કરોડ રૂપિયાને પાર

દેવાના દળદળમાં પાકિસ્તાન વધારે ને વધારે ઉંડુ ઉતરી રહ્યુ છે. તાજેતરમાં પાક પીએમ ઈમરાનખાન કબૂલાત કરી હતી કે, સરકાર પાસે દેશ ચલાવવા પૈસા નથી.

દેવાના ડુંગર નીચે પાકિસ્તાન: કુલ દેવુ ૫૦ લાખ કરોડ રૂપિયાને પાર
X

દેવાના દળદળમાં પાકિસ્તાન વધારે ને વધારે ઉંડુ ઉતરી રહ્યુ છે. તાજેતરમાં પાક પીએમ ઈમરાનખાન કબૂલાત કરી હતી કે, સરકાર પાસે દેશ ચલાવવા પૈસા નથી.હવે પાકિસ્તાન સરકારે દેશ પરના દેવાના લેટેસ્ટ આંકડા જાહેર કર્યા છે અને તે પ્રમાણે પાકિસ્તાનનુ કુલ દેવુ ૫૦ લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયુ છે.પાકિસ્તાન સરકારે દેશ ચલાવવા ૨૦ લાખ કરોડ રુપિયા તો લોન લીધી છે.પાકિસ્તાનના દેવામાં છેલ્લા ૩૯ મહિનામાં જ ૨૦ લાખ કરોડ રુપિયાનો વધારો થયો છે.દરેક પાકિસ્તાની પર હવે ૨.૩૫ લાખ રુપિયા દેવુ છે.૨૦૧૮માં આ રકમ ૧.૪૪ લાખ રુપિયા હતી.પાકિસ્તાનમાં ઈમરાન ખાન સરકાર પણ અગાઉની સરકારોથી જેમ લોન પર જ આધાર રાખીને દેશ ચલાવી રહી છે. જાણકારોનુ કહેવુ છે કે, પાકિસ્તાન પર એટલુ દેવુ હવે છે કે, આખો દેશ વેચી દેવામાં આવે તો પણ દેવાની રકમ ભરપાઈ થઈ શકે તેમ નથી. ઈમરાનખાન સરકારે ફેબ્રુઆરી ૨૦૧૯માં દેવુ ઘટાડીને ૨૦ લાખ કરોડ કરવા માટે જાહેરાત કરી હતી પણ ઉલટાનુ દેવાની રકમમાં વધારો થઈ રહ્યો છે ઇમરાનખાને કહ્યું હતું કે દેશમાં ટેક્સનું સ્ટ્રકચર નથી ટેક્સ ચોરી ના થવી જોઈએ હું આના પર વિચાર કરી રહ્યો છું દેશના દરેક લોકોએ આગળ આવવું પડશે બાકી ભવિષ્યમાં મટી મુશ્કેલી ઉભી થશે

Next Story