Connect Gujarat
દુનિયા

વિમાન દુર્ઘટના : કેલિફોર્નિયામાં એરક્રાફટ ક્રેશ થતાં 2 લોકોના મોત, મકાન અને વાહનોમાં પણ નુકશાન

વિમાન દુર્ઘટના : કેલિફોર્નિયામાં એરક્રાફટ ક્રેશ થતાં 2 લોકોના મોત, મકાન અને વાહનોમાં પણ નુકશાન
X

અમેરિકાના સાન ડિએગો નજીક કેલિફોર્નિયાના સેન્ટીમાં સોમવારે એક નાનું વિમાન ક્રેશ થયું હતું. જેમાં 2 લોકોના મોત, જ્યારે અન્ય 2 લોકોને ઇજા પહોચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અમેરિકાના કેલિફોર્નિયાના રહેણાંક વિસ્તારમાં ટ્વિન એન્જિન 6 સીટર એરક્રાફટ ક્રેશ થયું હતું. આ પ્લેન ક્રેશ થતાં બે મકાનોની ઉપર પડ્યું હતું. જે બાદ બ્લાસ્ટ પછી તેમાં ભીષણ આગ લાગી. ઘટનામાં એક ડિલીવરી ટ્રક સહિત ઘણા વાહન તેનો ભોગ બન્યા. આ ઘટનામાં 2 લોકોના મૃત્યુ થયા છે. જ્યારે 2થી વધુ લોકોને ઇજા પહોચી હતી. વિમાનનો એક ભાગ મકાન પર ત્રાટક્યો હતો. જેના કારણે આસપાસના 10 જેટલા મકાનોને પણ મોટું નુકશાન થયું હતું.

સમગ્ર મામલે અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 2 મકાનો, એક ડિલિવરી ટ્રક અને ફાયર હાઇડ્રેન્ટને અસર તેમજ નુકશાન થયું છે. જોકે, પ્લેન ક્રેશ થયા હોવાનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાઇરલ થયો હતો. આ વિડિયોમાં મકાન સળગતા જોવા મળી રહ્યાં છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, બ્લાસ્ટનો અવાજ સંભળાતા જ તે સળગતા ઘર તરફ દોડી લોકોને રેસક્યું કરી બહાર કાઢવાનું શરૂ કર્યું હતું. લગભગ 11 વાગ્યે અરિજોનાથી ઉડાન ભરેલા એરક્રાફ્ટમાં તકનીકી ખામી સર્જાતા તે ક્રેશ થયું હોવાનું અધિકારીઓએ અનુમાન લગાડ્યું છે.

Next Story