Connect Gujarat
દુનિયા

રશિયન સેનાએ શરણાર્થીઓના કાફલા પર કર્યો ગોળીબાર, એક બાળક સહિત યુક્રેનના સાત લોકોના મોત

શરણાર્થીઓના કાફલા પર રશિયન ગોળીબારમાં એક બાળક સહિત યુક્રેનના સાત લોકો માર્યા ગયા હતા.

રશિયન સેનાએ શરણાર્થીઓના કાફલા પર કર્યો ગોળીબાર, એક બાળક સહિત યુક્રેનના સાત લોકોના મોત
X

શરણાર્થીઓના કાફલા પર રશિયન ગોળીબારમાં એક બાળક સહિત યુક્રેનના સાત લોકો માર્યા ગયા હતા. હુમલા બાદ આ કાફલાને પરત ફરવાની ફરજ પડી હતી. યુક્રેનના સંરક્ષણ મંત્રાલયે આ માહિતી આપી છે. એક રિપોર્ટ અનુસાર, આ સાત લોકો રાજધાની કિવથી 20 કિમી ઉત્તર-પૂર્વમાં આવેલા પેરેમોહા ગામમાંથી ભાગી રહેલા સેંકડો લોકોના કાફલામાં સામેલ હતા.

આ ગોળીબારમાં ઘણા લોકો ઘાયલ પણ થયા છે. રશિયાએ કહ્યું છે કે તે સંઘર્ષ ઝોનની બહાર માનવતાવાદી કોરિડોર બનાવશે, પરંતુ યુક્રેનિયન અધિકારીઓએ રશિયા પર તે માર્ગોને અવરોધવાનો અને નાગરિકો પર ગોળીબાર કરવાનો આરોપ મૂક્યો છે. યુક્રેનના નાયબ વડા પ્રધાન ઇરિના વેરેશચુકે શનિવારે જણાવ્યું હતું કે આવા 14 કોરિડોર પર સહમતિ બની હતી, પરંતુ શનિવારે ફક્ત નવ કોરિડોર ખોલવામાં આવ્યા હતા અને આ દ્વારા દેશભરમાંથી 13,000 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે.

યુએન શરણાર્થી એજન્સીના જણાવ્યા અનુસાર, 17 દિવસ પહેલા દેશમાં રશિયન આક્રમણ બાદથી ઓછામાં ઓછા 2.5 મિલિયન લોકોએ યુક્રેન છોડી દીધું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ શનિવારે કહ્યું કે રશિયા તેમના દેશને તોડવા માટે યુક્રેનમાં એક નવું "સ્યુડો-રિપબ્લિક" બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે. ઝેલેન્સકીએ શનિવારે રાત્રે દેશને પોતાના સંબોધનમાં આ વાત કહી.

Next Story