Connect Gujarat
દુનિયા

અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવામાં લાગેલા તાલિબાનોને ઝટકા લાગવાના શરૂ

અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવામાં લાગેલા તાલિબાનોને ઝટકા લાગવાના શરૂ
X

અફઘાનિસ્તાનમાં સરકાર બનાવવાના પ્રયત્નોમાં લાગેલા તાલિબાનોને ઝટકા લાગવાના શરૂ થઇ ગયા છે. દેશની સ્થાનીય ન્યૂઝ એજન્સીના મતે સ્થાનીય વિરોધી જુથોએ તાલિબાનના કબજામાંથી વાઘલાન પ્રાંતના ત્રણ જિલ્લાને આઝાદ કરાવી લીધા છે. આ જિલ્લાના નામ પોલ એ હેસર, હેડ સહાલ અને બાનો છે. એક મીડિયા રિપોર્ટ પ્રમાણે આ લડાઇમાં ઘણા તાલિબાની લડાકુઓ માર્યા પણ ગયા છે.

કહેવામાં આવી રહ્યું છે કે તાલિબાનના લગભગ બધા મોટા નેતા રાજધાની કાબુલમાં છે. વિભિન્ન વિસ્તારના કમાન્ડર પણ પોતાની પોઝિશન મજબૂત કરવા અને ટોપ લીડરશિપ સાથે સંબંધો વધારવા માટે કાબુલમાં જ છે. આ કારણે વિભિન્ન વિસ્તારોમાં તાલિબાન લડાકે નેતૃત્વવિહિન સ્થિતિમાં છે. જેનો ફાયદો ઉઠાવીને વિરોધી જૂથ ઉભા થઇ રહ્યા છે.

આ દરમિયાન રશિયાની વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે પણ કહ્યું કે તાલિબાનનું શાસન આખા અફઘાનિસ્તાન પર નથી. તેમણે માન્યું કે પંજશીર પ્રાંતમાં સશસ્ત્ર વિદ્રોહની શરૂઆત થઇ ગઈ છે. મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે પંજશીરમાં અફઘાનિસ્તાનના પ્રશિક્ષિત જવાનો ભેગા થઇ રહ્યા છે. જેમાં અફઘાન સ્પેશ્યલ ફોર્સના જવાનો પણ છે. જેમને સૌથી શાનદાર સૈનિકો માનવામાં આવે છે.

આ પહેલા ખબર આવી હતી કે પંજશીરમાં તાલિબાન વિરોધી જૂથ મજબૂત થવા લાગ્યું છે. અફઘાનિસ્તાનમાં તાજિક મૂલના લોકોમાં હીરો તરીકે રહેલા અહમદ શાહ મસૂદના પુત્ર અહમદ મસૂદ આ વિદ્રોહની આગેવાની કરી રહ્યા છે. મસૂદ સાથે પોતાને અફઘાનિસ્તાનના કેયરટેકર રાષ્ટ્રપતિ જાહેર કરનાર અમરુલ્લાહ સાલેહ પણ તેમના નેતા છે. આ બંને સાથે એક વોરલોર્ડનું નામ પણ સામેલ થયું છે. જે તાલિબાનને પછાડવા માટે ઓળખાય છે. અફઘાનિસ્તાનના પૂર્વ ઉપ રાષ્ટ્રપતિ અને દેશના સૌથી તાકાતવર વોરલોર્ડ અબ્દુલ રશીદ દોસ્તમ પણ વિરોધી જૂથમાં સામેલ થવાના સમાચાર છે.

ધ ટ્રિબ્યૂન પર પ્રકાશિત એક રિપોર્ટ પ્રમાણે વિરોધી જૂથના નેતાઓ એ પણ દાવો કર્યો છે કે તેમને અબ્દુલ રશીદ દોસ્તમનો સાથ મળી ચૂક્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે વિરોધી જૂથના નેતાઓની જલ્દી બેઠક થશે અને ફરી સાથે મળીને આગળની લડાઇ લડવામાં આવશે.

Next Story