Connect Gujarat
દુનિયા

વિશ્વનું સૌથી મોટુ માલવાહક વિમાન એન્ટોનોવ મરીયા બન્યું "ભુતકાળ", રશિયન હુમલામાં વિમાન ભસ્મીભુત

વિશ્વનું સૌથી તાકાતવાર અને મોટું કાર્ગો પ્લેન એન્ટોનોવ-225 મરિયા, કિવ નજીક હોસ્ટોમેલ એરપોર્ટ પર રશિયન હુમલામાં નષ્ટ થયું છે.

વિશ્વનું સૌથી મોટુ માલવાહક વિમાન એન્ટોનોવ મરીયા બન્યું ભુતકાળ, રશિયન હુમલામાં વિમાન ભસ્મીભુત
X

વિશ્વનું સૌથી તાકાતવાર અને મોટું કાર્ગો પ્લેન એન્ટોનોવ-225 મરિયા, કિવ નજીક હોસ્ટોમેલ એરપોર્ટ પર રશિયન હુમલામાં નષ્ટ થયું છે. હાલમાં રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુધ્ધ ચાલી રહયું છે. રશિયન સેના યુક્રેન પર હવાઇ હુમલા કરી રહી છે. રશિયાની એક મિસાઇલે વિશ્વના સૌથી મોટા કાર્ગો પ્લેનને નષ્ટ કરી દીધું છે..

યુક્રેન પર રશિયાના સતત હુમલાને કારણે વિશ્વનું સૌથી મોટું એરક્રાફ્ટ કાર્ગો પ્લેન AN- 225 ગુમાવવાનો વારો આવ્યો છે. યુક્રેનના વિદેશ પ્રધાને દુર્ભાગ્યપૂર્ણ સમાચારની પુષ્ટિ કરી કે રશિયા દ્વારા છ એન્જિનવાળું કાર્ગો પ્લેન આગમાં ભસ્મીભુત થઇ ગયું છે. આ વિમાનને બુરાન-ક્લાસ ઓર્બિટરને પરિવહન કરવા માટે એન્ટોનવ એન-124ના વિસ્તરણ તરીકે વિકસાવવામાં આવ્યું હતું.

એન્ટોનોવ AN-124 એરક્રાફ્ટ 69.10 મીટર લાંબુ, 21.08 મીટર ઊંચું અને 73.30 મીટરની પાંખની લંબાઈ ધરાવે છે. યુક્રેનિયન એરક્રાફ્ટની પાંખનો વિસ્તાર 2,628 મીટર છે. એરપ્લેનની ક્રૂઝ સ્પીડ 800-850 કિમી/કલાક છે. તેની ઓપરેશનલ રેન્જ 15,700 કિમી અને ઓપરેશનલ સીલિંગ 11,600 મીટર છે. લોકો આ વિમાનના નિર્ધારિત આગમન અને પ્રસ્થાન જોવા માટે વારંવાર એરપોર્ટની મુલાકાત લેતા હતા.

AN-225 કાર્ગો વિમાનએ AN - 124નું વિસ્તરીત સ્વરૂપ હતું. એએન-124 પણ મોટા માલવાહક વિમાનો પૈકીનું એક છે. એએન -124 વિમાનની વાત કરવામાં આવે તો દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC) માટે તદ્દન નવા મેટ્રો કાફલાની પ્રથમ રેલ કાર જે એરલિફ્ટ કરવામાં આવી હતી.આ વિમાને 26 ફેબ્રુઆરી, 2009ના રોજ દિલ્હી મેટ્રો માટે બોમ્બાર્ડિયરના પ્રથમ કાફલાને જર્મનીથી દિલ્હી સુધી પહોંચાડયો હતો.

Next Story