Connect Gujarat
દુનિયા

રશિયા સામે લડવા માટે અમને એકલું છોડી દેવાયા, તમામ દેશો ડરી રહ્યા છે: યુક્રેનના રાષ્ટ્રપતિનું નિવેદન

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કી પ્રમાણે રશિયા હુમલાના પહેલાં દિવસે 137 લોકોના જીવ ગયા છે.

રશિયા સામે લડવા માટે અમને એકલું છોડી દેવાયા, તમામ દેશો ડરી રહ્યા છે: યુક્રેનના રાષ્ટ્રપતિનું નિવેદન
X

યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કી પ્રમાણે રશિયા હુમલાના પહેલાં દિવસે 137 લોકોના જીવ ગયા છે. જેલેંસ્કીએ એક વીડિયોમાં આ વિશે માહિતી આપી છે. આજે અમે અમારા 137 હિરો, અમારા નાગરિકોને ગુમાવી દીધા છે. જ્યારે 316 લોકો ઘાયલ થયા છે. તે સિવાય તેમણે યુદ્ધમાં કોઈનો સાથ ના મળવા વીશે પણ વાત કરી છે. રાષ્ટ્રપતિ વ્લોદિમીર જેલેંસ્કીએ કહ્યું કે, તેમના દેશને રશિયા સામે લડવા માટે એકલા છોડી દીધા છે. તેમણે કહ્યું કે, અમારા પડખે કોણ ઉભુ છે? મને તો કોઈ દેખાતુ નથી.

યુક્રેનને નાટોની સભ્યતા અપાવવાની ગેરંટી કોણ લે છે? દરેક ડરે છે.રાષ્ટ્રપતિ વ્લોદિમિર જેલેંસ્કીએ તેમના આ વીડિયો મેસેજમાં પાટનગર કિવમાં રહેતા લોકોને સતર્ક રહેવા કહ્યું છે. તેમણે કહ્યું છે કે, રશિયાએ કિવમાં પ્રવેશ કર્યો છે. આ સંજોગોમાં શહેરના નાગરિકો સતર્ક રહે અને કર્ફ્યૂનું પાલન કરે. તે સિવાય રાષ્ટ્રપતિએ કહ્યું છે કે, રશિયાનું લક્ષ્ય નંબર વન દેશ થવાનું છે પરંતુ તે અને તેમનો પરિવાર યુક્રેનમાં જ રહેશે. જેલેંસ્કીએ તેમના ભાવુક સંદેશમાં કહ્યું કે, રશિયાની સરકાર મને ખતમ કરી દેવા માંગે છે. યુક્રેની રાષ્ટ્રપતિએ કહ્યું કે, તેઓ દેશના પ્રમુખને ખતમ કરીને યુક્રેનને રાજકિય નુકસાન પહોંચાડવા માંગે છે.

જેલેંસ્કીએ કહ્યું કે, તેમણે નાટોના 27 યુરોપીય નેતાઓને સીધો સવાલ કર્યો છે કે, શું યુક્રેન નાટોમાં સામેલ થશે. કોઈએ જવાબ નથી આપ્યો. દરેક લોકો ડરેલા છે. પરંતુ અમે ડરીશું નહીં. અમને કોઈ વાતનો ડર નથી. તેમણે વધુમાં કહ્યું કે, અમને અમારો દેશ બચાવવામાં ડર નથી, અમને રશિયાનો ડર નથી, અમે રશિયા સાથે વાતચીત કરવામાં પણ નથી ડરતાં.યુક્રેન નાટોમાં સામેલ થવા માંગે છે પરંતુ રશિયા તેના વિરોધમાં છે. વર્ષ 2014માં યુક્રેનમાં રશિયા સમર્થિત સરકાર પડી ગઈ હતી. ત્યારથી યુક્રેનની સરકાર નાટોમાં સામેલ થવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ રશિયા નાટોને રશિયાની સુરક્ષા માટે જોખમ માને છે. તેથી કોઈ પણ રીતે અમને નાટોના સભ્ય બનાવા દેતા નથી.

Next Story