/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/59cddbab-9ba2-4780-bd30-8cc934de6cc7.jpg)
અંકલેશ્વરમાં છેલ્લા 14 વર્ષથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે
અંકલેશ્વરનાં કમાલીવાડી હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરેથી આજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળવાના છે. ભરૂચનાં સાંસદ મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં પહિંદવિધિ થયા બાદ ભગવાન રથમાં બિરાજ્યા હતા. અંકલેશ્વરમાં છેલ્લા 14 વર્ષથી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
વહેલી સવારથી જ ભગવાન જગન્નાથનાં મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ ભગવના જગન્નાથ, ભાઈ બલરામ અને બહેસ સુભદ્રા સાથે રથમાં બિરાજિત થયા છે. આ પ્રસંગે સ્થાનિક અગ્રણીઓ અને સંતો-ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. એક તરફ અંકલેશ્વરમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે ત્યારે અંકલેશ્વરનાં ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જય જગન્નાથનાં જયઘોષ સાથે રથયાત્રા શરૂ થઈ છે. જે દીવા રોડ, જલારામ મંદિર, ભરૂચી નાકા થઇને ચૌટા નાકા, ચૌટા બજાર થઇ મુખ્ય બજારો અને શહેરોના અન્ય માર્ગો પર ફરી મોડી સાંજે નિજ મંદિરે પરત ફરશે. રથયાત્રાને લઈને પુરતી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
આ તબક્કે ઉપસ્થિત રહેલા સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે જણાવ્યું હતું કે, અંકલેશ્વરમાં છેલ્લા 15 વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાય છે. પરંપરાગત રીતે યોજાઈ રહેલી રથયાત્રાને લઈ તમામ લોકો ઉપર ભગવાન જગન્નાથજી પરમ કૃપા વરસાવે. આ સાથે વર્ષોથી ખંડેર હાલતમાં રહેલા મંદિરનું પુનઃનિર્માણ કર્યું અને તેની પ્રાણ પ્રતિષ્ઠા કરી છે. સાથે શાંતિમય માહોલ વચ્ચે યોજાતી યાત્રાનાં આયોજકોને અભિનંદન પાઠવ્યા હતા.