અંકલેશ્વરઃ રામકુંડની સંરક્ષણ દિવાલ ધરાશયી, નિર્માણ પામ્યાના 8 વર્ષમાં જ તૂટી

New Update
અંકલેશ્વરઃ રામકુંડની સંરક્ષણ દિવાલ ધરાશયી, નિર્માણ પામ્યાના 8 વર્ષમાં જ તૂટી

ઐતિહાસિક ધરોહર એવા રામકુંડ પાસે બનેલી સંરક્ષણ દિવાલનો સ્મશાનભૂમિ તરફનો ભાગ બેસી ગયો

અંકલેશ્વર સ્થિત ઐતિહાસિક રામકુંડની સંરક્ષણ દીવાલ વરસાદી પાણીના કારણે ધરાશયી થઇ છે. ઐતિહાસિક ધરોહર એવા રામકુંડ ખાતે અંદાજે 8 વર્ષ પૂર્વે લાખો રૂપિયાના ખર્ચે બનેલી સંરંક્ષણ દીવાલનો શાંતિધામ સ્મશાનભૂમિ તરફનો ભાગ બેસી ગયો હતો.

અંકલેશ્વર પૌરાણિક તીર્થક્ષેત્ર રામકુંડ ખાતે વરસાદી પાણી ફરી વળતાં 8 વર્ષ પૂર્વે શાંતિધામ સ્મશાનભૂમિ તરફ બનેલી સંરક્ષણ દીવાલ ફરી ધાસહાયી થઈ છે. વરસાદી પાણીને લઈને દિવાલની આજુબાજુની જમીન બેસી જતા દીવાલ વચ્ચેથી નમી પડી છે. જે કુંડમાં ધરાશાયી થવાની કગાર પર છે. તો કુંડમાં પાણીની આવક થતાં દીવાલ તૂટતાં શાંતિધામ સમશાનભૂમિને નુકશાન થવાની સ્થિતિનું નિર્માણ થયું છે. હાલમાં તો દિવાલ બેસી જતાં સ્મશાનમાં પાણી ભરાયા છે.

Latest Stories