Connect Gujarat
ગુજરાત

અમદાવાદ : કોટ અને દાણીલીમડામાં કરફયુનો બીજો દિવસ, મહિલાઓને 3 કલાક કરફયુમાંથી મુકિત

અમદાવાદ : કોટ અને દાણીલીમડામાં કરફયુનો બીજો દિવસ, મહિલાઓને 3 કલાક કરફયુમાંથી મુકિત
X

અમદાવાદના

કોટ અને દાણીલીમડા વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે ગઇકાલથી કરફયુ

લગાવી દેવાયો છે. કરફયુના ચુસ્ત અમલ માટે પોલીસની સાથે પેરા મિલીટીરી ફોર્સના

જવાનો સતત પેટ્રોલિંગ કરી રહયાં છે.

અમદાવાદ

શહેરના સાત પોલીસ સ્ટેશનના વિસ્તારોમાં હાલ કરફયુ ચાલી રહયો છે. જમાલપુરની વાત

કરવામાં આવે તો જમાલપુર વિસ્તારમાં સ્થાનિક પોલીસની સાથે પેરા મિલીટરી ફોર્સના

જવાનોને પણ તૈનાત કરવામાં આવ્યાં છે. આ વિસ્તારમાં અલગ ચેકપોસ્ટ બનાવી દેવામાં આવી

છે. માત્ર મહિલાઓને કરફયુમાંથી બપોરના 1 થી સાંજના 4 વાગ્યા સુધીની છુટ આપવામાં આવી છે. તમામ

વિસ્તારને બેરીકેડથી રક્ષિત કરી દેવાયો છે. મેડીકલ ચેકપોસ્ટ ખાતે પોલીસ અધિકારીઓ

અને કર્મચારીઓના આરોગ્યની તપાસ કરવામાં આવી રહી છે. સમગ્ર કોટ અને દાણીલીમડા

વિસ્તાર સુમસાન બની ગયો છે માત્ર પોલીસની ગાડીઓની અવરજવરના અવાજો સંભળાય રહયાં છે.

કરફયુનો ભંગ કરનારાઓ સામે કડક હાથે કાર્યવાહી કરાઇ રહી છે.

Next Story