Connect Gujarat
સમાચાર

અમદાવાદ : કોરોનાએ ભારે ઉથલો માર્યો, આ વિસ્તારમાં નોંધાયા ધરખમ કેસ!

અમદાવાદ : કોરોનાએ ભારે ઉથલો માર્યો, આ વિસ્તારમાં નોંધાયા ધરખમ કેસ!
X

અમદાવાદમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાના દર્દીઓમાં એકદમ વધારો જોવા મળી રહ્યો છે. ફરી એક વખત કોરોનાએ માથું ઉચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 207 કેસ નોંધાયા છે. ત્યારે લોકો કોરોનાનો ટેસ્ટ કરાવવા માટે લોકોની લાંબી લાઈનો જોવા મળી છે. એક વિસ્તારમાં અનેક એવા વિસ્તાર છે કે લોકોની લાંબી લાઈનો નજરે પડી છે.

અમદાવાદ મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા જે વિના મુલ્યે ટેસ્ટના ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. ત્યાં તમામ જગ્યાએ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. જે પ્રમાણે દિવાળીના તહેવાર પહેલા લોકો નાના મોટા બજારમાં ભારેભીડ જોવા મળી હતી. જેના કારણે કોરોણાનું સક્ર્મણ જોવા મળી રહ્યું છે. ખાસ કરી અમદાવાદનો પશ્ચિમ વિસ્તારમાં કોરોના સંક્રમણ વધારે જોવા મળ્યું છે. બોડકદેવ, વસ્ત્રાપુર, સેટેલાઇટ, જોધપુર જેવા વિસ્તારોમાં ખુબજ વધારે પોઝેટીવ કેસ સામે આવ્યા છે.


અમદાવાદના ઇસ્કોન , પ્રભાત ચોક વસ્ત્રાપુર , બોડકદેવ જેવા વિસ્તારોમાં લોકોની ખુજ લાંબી અંદાજે દોઢથી બે કિલોમીટર લાંબી લાઈનો જોવા મળી છે. લોકો હવે સ્વંયમભુ ટેસ્ટ કરાવવા માટે આવી રહ્યા છે. પ્રભાત ચોક વિસ્તારમાં ટેસ્ટ કરાવવા માટે આવેલા લોકોમાંથી લગભગ કહી શકાય કે 70 ટકા લોકો પોઝેટીવ આવ્યા છે.

Next Story