Connect Gujarat
Featured

અમદાવાદ : ખેલૈયાઓના સ્વપ્ન રોળાયા, ગરબાના આયોજનો પર સરકારની રોક

અમદાવાદ : ખેલૈયાઓના સ્વપ્ન રોળાયા, ગરબાના આયોજનો પર સરકારની રોક
X

કોરોના વાયરસની મહામારીના કારણે આ વર્ષે નવરાત્રી અને દિવાળીના તહેવારોને ગ્રહણ લાગી ચુકયું છે. આ વર્ષે ગરબાના મેદાનોમાં ખાલીખમ જોવા મળશે. રાજય સરકારે જાહેર સ્થળોએ ગરબાના આયોજન પર રોક લગાવી દીધી છે. જાહેર સ્થળોએ માતાજીની પ્રતિમાની સ્થાપના કરી માત્ર એક કલાક સુધી આરાધના કરવાની મંજુરી આપવામાં આવી છે. આમ કોરોના કાળના કારણે નવરાત્રી પર્વની સિકલ બદલાઇ ચુકી છે. કનેકટ ગુજરાતની ટીમે અમદાવાદીઓ પાસેથી સરકારના નિર્ણય અંગેના મંત્વયો જાણવાનો પ્રયાસ કર્યો હતો.

રાજ્ય માં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતિ તેમજ જાહેર આરોગ્ય સુખાકારીના સંદર્ભમાં રાજ્ય સરકારે આગામી તહેવારો ઉત્સવોની ઉજવણી માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. સરકારના નિર્ણયોનો અમલ આગામી ૧૬મી ઓક્ટોબર 2020 થી કરવાનો રહેશે. આ નિર્ણય અનુસાર નવરાત્રી દરમિયાન રાજ્યમાં કોઈપણ ગરબાના જાહેર આયોજન કરી શકાશે નહી. આ ગાઈડલાઈન અને સોસાયટીમાં જે આયોજન માટે ને નિર્ણય લેવામાં આવ્યો છે તેને લઈને કનેક્ટ ગુજરાતની ટીમે સોસાયટીમાં જઈને રહીશોના મંતવ્યો જાણ્યાં હતાં. સોસાયટીના રહીશો કહેવું છે એક વર્ષ નવરાત્રીમાં પોતના ઘરે માતાજીની સ્થાપના કરી પૂજા કરવી જોઈએ. લોકોએ ભેગા ના થાય તો જ વધારે શરુ છે કારણકે જે પ્રમાણે કોરોનાના કેસ દિનપ્રતિદિન વધી રહ્યા છે. તેને જોતા આ વખતે કદાચ સોસાયટીમાં માતાજીની સ્થાપના કરી પાંચ મહિલાઓ ગરબાના પાંચ રાઉન્ડ મારી નવરાત્રી પૂર્ણ કરી દેવામાં આવે તે પ્રમાણે આયોજન કરવામાં આવી રહ્યું છે.

Next Story