Connect Gujarat
Featured

અમદાવાદ : ગુજરાતમાં 10 લાખ લોકોમાંથી માત્ર એક લાખ લોકોના જ થાય છે કોરોના ટેસ્ટ

અમદાવાદ : ગુજરાતમાં 10 લાખ લોકોમાંથી માત્ર એક લાખ લોકોના જ થાય છે કોરોના ટેસ્ટ
X

રાજય સરકાર ગુજરાતને ભલે ગતિશીલ ગણાવતી હોય પણ કોરોના ટેસ્ટમાં ગુજરાત અગતિશીલ સાબિત થઇ રહયું છે. રાજયમાં દર 10 લાખ લોકોએ માત્ર એક લાખ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહયાં છે….

કેન્દ્ર સરકાર દ્વારા હેન્ડલ થતાં ઈન્ડિયા ફાઈટ્સ કોરોના નામના ટવીટર એકાઉન્ટ પર અપલોડ કરેલી વિગતો પ્રમાણે, દેશમાં પ્રતિ ૧૦ લાખની વસતીએ કોરોનાના એક લાખ ટેસ્ટ કરવામાં આવ્યાં છે. જેમાં ગુજરાતની સ્થિતિ નબળી જોવા મળી છે. જ્યારે દિલ્હી 3.30 લાખ ટેસ્ટ સાથે દેશમાં સૌથી અગ્રેસર છે. બીજા સ્થાને આવેલ લદાખમાં ૧૦ લાખની વસતીએ ૨.41 લાખ ટેસ્ટ થયા છે.એક બાજુ સરકાર કોરોના ટેસ્ટ સૌથી વધારે રાજ્યમાં થાય છે તેવા બણગા ફૂંકે છે અને બીજીબાજુ રાજ્યમાં કોરોના કેસ માં સતત વધારો જોવા મળી રહ્યો છે.

કોરોનાના ટેસ્ટની દ્રષ્ટીએ આંદામાન નિકોબાર ચોથા સ્થાને અને પાંચમાં સ્થાને આંધ્રપ્રદેશ છે. દેશમાં થયેલા સરેરાશ ટેસ્ટ કરતાં વધુ ટેસ્ટ કરનાર ૨૩ રાજ્યોમાં ગુજરાતનો ક્રમ છેલ્લેથી બીજો આવે છે. ગુજરાતમાં ૧૦ લાખની વસતીએ માત્ર 1.04 લાખ ટેસ્ટ થયા છે તેના પછી છેલ્લે માત્ર પંજાબ છે, જ્યાં 1.03 લાખ ટેસ્ટ થયા છે. આમ દેશમાં કોરોનાના સૌથી વધુ ટેસ્ટ કરનાર રાજ્યમાં ગુજરાતની સ્થિતિ સાવ નબળી સાબિત થઈ છે. દેશના ૨૨ રાજ્યમાં ગુજરાતની સરખામણીએ વધુ ટેસ્ટ થાય છે.

Next Story