અમદાવાદ : શહેરમાં હવે જોવા મળશે કોરોના ટેસ્ટીંગ માટેના ટેન્ટ, જુઓ કેવી છે વ્યવસ્થા

New Update
અમદાવાદ : શહેરમાં હવે જોવા મળશે કોરોના ટેસ્ટીંગ માટેના ટેન્ટ, જુઓ કેવી છે વ્યવસ્થા

અમદાવાદમાં  કોરોનના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે AMC અને સ્થાનિક તંત્ર એક્શનમાં આવ્યું છે. શહેરના મુખ્ય રાજમાર્ગો અને શહેરના અંદરના વિસ્તારોમાં ફરી કોરોના ટેસ્ટ માટે કોવિડ 19ના સેન્ટરો ઉભા કરવામાં આવ્યા છે. જ્યા કોરોનના ફ્રીમાં ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

કોરોનાના ટેસ્ટ વધારે તેના માટે રાજ્ય સરકાર અને AMC દ્વારા નવીન પ્રયોગ કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારોમાં મુખ્ય માર્ગો અને ભીડભાડ વળી જગ્યાઓમાં કોરોના ફ્રીમાં ટેસ્ટ કરવા માટેના ટેન્ટ ઉભા કરવામાં આવે છે. જેમાં 3 ડોક્ટરોની ટીમ મુકવામાં આવી છે.જેમાં જે પણ વ્યક્તિ ટેસ્ટ કરવા માટે આવે તે વ્યક્તિની વિગતો લખવામાં આવે છે અને ત્યાર બાદ તેનો ટેસ્ટ કરવામાં આવે છે. જો કોઈનો ટેસ્ટ પોઝેટીવ આવે તો તેમને ઘરેજ કોરન્ટાઈન કરવામાં આવે છે. અને તેમને જરૂરી દવાઓ પણ પોહ્ચાડવામ આવે છે.

ખાસ કરીને આવા કોવીડ સેન્ટર શહેરમાં જ્યા કોરોના કેસ વધારે આવી રહયા છે ત્યાં અને સાથે માઈક્રો કન્ટેન્ટમેન્ટ વિસ્તારની આસપાસ શરૂ કરવામાં આવ્યા છે આ સેન્ટરમાં સવારે 9 વાગ્યાથી રાત્રીના 8 વાગ્યા સુધી કોરોના ટેસ્ટ કરવામાં આવી રહયા છે અને આ સેન્ટરોમાં સામાન્ય જનતાનો પણ પ્રતિસાદ મળી રહ્યો છે સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓને પણ દવા આપવામાં આવે છે એએમસીના પ્રયાસને સફળતા પણ મળી રહી છે અને મોટી સંખ્યામાં લોકો કોરોના ટેસ્ટ કરાવી રહયા છે.

એક સમયે અમદાવાદ કોરોનાનું એપી સેન્ટર હતું પણ સમયની સાથે સ્થિતિને કંટ્રોલ કરવાનો પ્રયતન કરવામાં આવ્યો અને તેમાં એએમસી સફળ રહ્યું પણ છેલ્લા કેટલાક દિવસથી ફરી એક વાર કોરોના માથું ઉંચકી રહ્યો છે ત્યારે સ્થાનીય તંત્ર એ સ્થિતિને કાબુ માં લેવા પ્રયાસો હાથ ધર્યા છે.

Read the Next Article

અંકલેશ્વર: NH 48 પર ભારે ટ્રાફિકજામની પરિસ્થિતિ, અનેક વાહનચાલકો અટવાયા

અંકલેશ્વર નજીક NH-48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું.

New Update
Screenshot_2025-07-22-18-04-10-75_92460851df6f172a4592fca41cc2d2e6

અંકલેશ્વર નજીક NH-48 પર ફરી ટ્રાફિકજામના કારણે વાહનચાલકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. વાહનચાલકોએ બે કલાક કરતા વધુ સમય ટ્રાફિકમાં ઉભા રહેવું પડ્યું હતું.

અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે 48 પર સમયાંતરે  ટ્રાફિકજામની ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. આજે વડોદરા તરફથી સુરત તરફ જતી લેનમાં અંદાજે 5 કિમી લાંબો ટ્રાફિકજામ જોવા મળ્યો છે.
હાઈવેના બિસ્માર માર્ગ અને ખાસ કરીને આમલાખાડી પરના સાંકડા બ્રિજને કારણે આ માર્ગ પર વારંવાર ટ્રાફિકજામ સર્જાય છે. વાહનચાલકોને 2 થી 3 કલાક સુધી જામમાં ફસાવું પડ્યું હતું. રોજ  બનતી સમસ્યાને કારણે અંકલેશ્વર - દહેજ ઇન્ડસ્ટ્રિયલ બેલ્ટ અને સુરત તરફ અવરજવર કરતા વાહનચાલકો ત્રાસી ઉઠ્યા છે. હાઈવેના માર્ગનું જલ્દીથી સમારકામ કરવામાં આવે અને આમલાખાડી બ્રિજને વિસ્તૃત કરીને ટ્રાફિકજામની સમસ્યામાંથી રાહત અપાવવામાં આવે તેવી વાહનચાલકો માંગ કરી રહ્યે છે.
Latest Stories