આમોદઃ ઢાઢર નદીમાંથી જીવના જોખમે જંગલી વેલને દૂર કરતાં દાદાપોર ગામના યુવાનો

New Update
આમોદઃ ઢાઢર નદીમાંથી જીવના જોખમે જંગલી વેલને દૂર કરતાં દાદાપોર ગામના યુવાનો

સરકારી તંત્રને રજૂઆત કરવા છતાં કામ નહીં થતાં તેમની મદદ વિના દાદાપોરના યુવાનોએ હાથ ધરી કામગીરી

આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદીમાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને લીધે નદીમાં નવા નીર આવ્યા છે. જોકે નદી તેની ભયજનક સપાટીથી ઘણી દૂર છે પરંતુ ઢાઢર નદીમાં ઉગી નીકળતી જંગલી વેલને કારણે નદીમાં પાણીનો પ્રવાહ રોકાતો હોય કાંઠા વિસ્તારના ગામોમાં પાણી પ્રસરી જવાની લોકોમાં ચિંતા પ્રસરી હતી. જેથી દાદાપોર ગામના યુવાનોએ દોરડાના સહારે ઢાઢર નદીમાં ઉતરીને જંગલી વેલ ઉપર ઉભા રહીને તેને કાપી વેલને દૂર કરવાનું સરાહનીય કામ કર્યું હતું.

ઢાઢર નદીમાં મગરોની સંખ્યા પણ ખૂબ મોટા પ્રમાણમાં હોવા છતાં દાદાપોરના યુવાનોએ જીવનાં જોખમે વેલ દૂર કરવાનું કામ કર્યું હતું. ઢાઢર નદીમાં ભયજનક સપાટી હોય ત્યારે નદી કાંઠાના સાત ગામો જેવા કે મંઝોલા, કોબલા, દાદાપોર, વાડીયા, જુનાવાડીયા, કાંકરિયા, પુરસા જેવા ગામો પ્રભાવિત થતાં હોય છે. જેથી જંગલી વેલને કારણે પાણીનો પ્રવાહ રોકાઈ નહીં તે માટે દાદાપોરના યુવાનોએ કોઈપણ સરકારી તંત્રની મદદ લીધા વિના જીવના જોખમે દોરડાની મદદથી નદીમાં ઉતરીને જંગલી વેલને કાપી નદીમાંથી દૂર કરી હતી.

Latest Stories