/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/14-jagannath.jpg)
અંકલેશ્વરમાં સવારે 11 કલાકે મહા આરતી અને ત્યારબાદ રથયાત્રા નીકળશે
ભરૂચ-અંકલેશ્વરમાં આવતી કાલે ભગવાન જગન્નાથ વાજતે ગાજતે ભગવાન નગર ચર્યાએ નીકળશે. રથયાત્રાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. તો સાથે પોલીસ તંત્ર પણ સુરક્ષા માટે સજ્જ થઈ ગયું છે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને ભક્તોમાં પણ બારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
આવતી કાલે શનિવારે અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા સમગ્ર દેશમાં નીકળશે. ભરૂચમાં વર્ષો જૂની ઐતિહાસિક રથયાત્રાને લઈને શરેહીજનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વરમાં ભવ્ય રથયાત્રાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. અંકલેશ્વરનાં કમાલીવાડી હરિદર્શન સોસાયટી ખાતે આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરેથી છેલ્લા 14 વર્ષ થી ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. અંકલેશ્વરમાં રથયાત્રા દીવા રોડ, જલારામ મંદિર, ભરૂચી નાકા થઇને ચૌટા નાકા, ચૌટા બજાર થઇ મુખ્ય બજારો અને શહેરોના અન્ય માર્ગો પર ફરી મોડી સાંજે નિજ મંદિરે પરત ફરશે. જે માટે રૂટ પર વીજ વાયરો ઉંચા કરવા તેમજ સ્પીડ બ્રેકર દૂર કરવા ઉપરાંત ખાડા પુરાવા સહિતની કામગીરી તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે.
આ ઉપરાંત રૂટ ઉપર ટ્રાફિક વ્યવહાર બંધ કરવા જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. જગન્નાથ મંદિર ખાતે 8 સવારે કલાકે મહાયજ્ઞ થશે. સવારે 11 કલાકે મહા આરતી અને ત્યાર બાદ રથયાત્રા નીકળશે. જયારે સાંજે 6 કલાકે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે.