ઈસરોના ચેરમેન ડોક્ટર સીવન અમદાવાદની મુલાકાતે

New Update
ઈસરોના ચેરમેન ડોક્ટર સીવન અમદાવાદની મુલાકાતે

ઈસરોના ચેરમેન ડોક્ટર સીવન અમદાવાદની મુલાકાતે આવ્યા હતા બે દિવસીય રાષ્ટ્રીય પરિષદનું આયોજન ઇન્ડિયન સોસાયટી ઓફ સિસ્ટમ ફોર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ અને સ્પેસ એપ્લીકેશન સેન્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન સમારંભ દરમિયાન પરિષદના સોવેનીયરનું વિમોચન કર્યું હતું તથા ISSE પુરસ્કારો પણ એનાયત કર્યા હતા.

સામાન્ય લોકો માટે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગ પર ભાર આપતા તેમણે જણાવ્યું હતું કે માર્ગ પરિવહન, રેલવે, માનવ રહિત રેલવે ક્રોસિંગ તેમજ મનરેગા અંતર્ગત ચાલતા કાર્યોના જીઓ ટેગિંગ વગેરે સ્પેસ ટેકનોલોજીના ઉપયોગના કેટલાક ઉદાહરણો છે. તેમણે જણાવ્યું હતું કે ત્રણ-ચાર વર્ષ પહેલા માનવરહિત રેલવે ક્રોસિંગ પર અકસ્માતના બનાવો સાંભળવા મળતા હતા. પરંતુ સ્પેસ ટેકનોલોજીના ઉપયોગથી આવા અકસ્માતોમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઉત્તર પૂર્વ ક્ષેત્રમાં ફંડ યુટીલાઈઝેશન સર્ટિફિકેટ મેળવવામાં મુશ્કેલી પડતી હતી.

સ્પેસ ટેકનોલોજીના ઉપયોગથી આવા અટવાયેલા રૂ. 7000 કરોડ રૂપિયાના ફંડ યુટીલાઈઝેશન સર્ટિફિકેટ મેળવવામાં સફળતા મળી છે.ઈસરો અને અવકાશ વિભાગની પ્રશંસા કરતાં ડૉ જિતેન્દ્ર સિંહે કહ્યું કે ઇસરોએ નિષ્ઠા અને પ્રતિબદ્ધતા દ્વારા એક એવી કાર્ય સંસ્કૃતિનું નિર્માણ કર્યું છે, જેનું અન્ય વૈજ્ઞાનિક સમુદાયે અનુસરણ કરવું જોઈએ. તેમણે જણાવ્યું, “હું ગર્વ સાથે કહું છું કે ભારત ટૂંક સમયમાં સુપરપાવર બનશે અને તેની શરૂઆત અવકાશ વિભાગથી થશે.”ઈસરોના ચેરમેન ડોક્ટર કે સિવને જણાવ્યું હતું કે યુવાપેઢીએ દેશના ભવિષ્યને આકાર આપવા માટે આગળ આવવું જોઈએ. તેમણે જણાવ્યું હતું કે સિસ્ટમ એન્જિનિયરિંગ કોમ્પલેક્સ સિસ્ટમને પરિભાષિત કરે છે. સિસ્ટમ એન્જિનિયરિંગનો હેતુ સર્વશ્રેષ્ઠ સિસ્ટમ નિર્માણ કરવા પૂરતો મર્યાદિત નથી પરંતુ વ્યાજબી અને હેતુ સિદ્ધ થાય તેવી સિસ્ટમ નિર્માણ કરવાનો છે. તેમણે જણાવ્યું કે સિસ્ટમ એન્જિનિયરિંગ અવકાશ મિશનમાં રહેલા રિસ્કને ઓછું કરે છે.

Read the Next Article

ભરૂચ : ક્રાઇમ બ્રાન્ચે દહેજ રોડ પરથી દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી, રૂ.1 કરોડથી વધુના મુદ્દામાલ સાથે આરોપીની ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દહેજ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ભરૂચથી દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક આવેલ રામદેવ રાજસ્થાની હોટલ

New Update
IMG-20250824-WA0171
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દહેજ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે ભરૂચથી દહેજ જતા રોડ ઉપર ભેંસલી ગામ નજીક આવેલ રામદેવ રાજસ્થાની હોટલ પાસે ઉભેલ ટ્રક નંબર GJ-38-TA-2176 માં ફાડકામાં મુકેલ ધાતુની વોટર ટેન્કમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ સંતાડી લઇ જવાય છે.
જેના આધારે દરોડા પાડતા વિદેશી દારૂ પ્રત્યક્ષ દેખાય તેમ મળી આવ્યો ન હતો અને ધાતુની વોટર ટેન્ક કાપ્યા વગર ખુલે તેમ હતો નહીં જેથી પોલીસ ટીમ દ્વારા લોખંડ કાપવાના કટર વડે વોટર ટેંક કાપી તપાસતા વિદેશી દારૂના અલગ અલગ બ્રાન્ડના પુઠ્ઠાના બોક્ષ નંગ-૫૬૬ નાની મોટી કુલ બોટલ નંગ-૧૬,૬૩૦ કિંમત રૂપિયા ૮૫,૮૭,૪૦૦/- નો વિદેશી દારૂ મળી આવ્યો હતો.
ઝડપાયેલ આરોપી જેસારામ  વિશનારામ જાટે જણાવ્યું હતું કે  રાહુલ નામના વ્યક્તિએ દહેરાદુન (ઉત્તરાખંડ)થી દારૂ ભરાવી આપેલ અને મુસાફરી દરમ્યાન સંપર્કમાં રહયો હતો દરમ્યાન દહેજ જતા રોડ ઉપર ટ્રક ઉભી રાખવા જણાવ્યું હતુ અને આગળ વડોદરા જવાની સુચના હતી. આ મામલામાં પોલીસે દારૂ અને ટ્રક મળી રૂપિયા 1 કરોડથી વધુનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો જ્યારે દારૂ મોકલનાર આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.