New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/10/IMG-20181001-WA0056.jpg)
ભરૂચ જિલ્લામાં આવતી કાલે ગાંધીજીની 150મી જન્મ જયંતિની ઉજવણી થવા જઈ રહી છે. જેનાં પૂર્વ દિવસે મિયાગામ કરજણ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં એક સંસ્થાના સહયોગથી સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ યોજાયો હતો.
કરજણ તાલુકાના મિયાગામ ખાતે આવેલી પ્રાથમિક શાળામાં ટી બી ઇ એ એનર્જી (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. શાળાના ચોગાનમાં ટી બી ઇ એ કંપનીના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. બાળકોમાં સ્વચ્છતા વિશે જાગૃતિ આવે એ હેતુસર કંપનીના કર્મચારીગણ દ્વારા બાળકોને રસપ્રદ માહિતી આપી હતી. આ પ્રસંગે કરજણ -શિનોરના ધારાસભ્ય અક્ષય પટેલ, મિયાગામ ગ્રામપંચાયતના સરપંચ, ટી બી ઇ એ કંપનીના મેનેજર, કર્મચારીગણ, શાળાના આચાર્ય સહિત શિક્ષકગણ પણ સ્વચ્છતા અભિયાન કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.
Related Articles
Latest Stories