Connect Gujarat
ગુજરાત

ગાંધીનગર : ગુજરાતી વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની જીનોમ સીકવન્સ શોધી

ગાંધીનગર : ગુજરાતી વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની જીનોમ સીકવન્સ શોધી
X

ગુજરાતના

વૈજ્ઞાનિકોએ કોરોના

વાયરસની જીનોમ સીકવન્સ શોધી કાઢી છે. આ શોધ બાદ હવે કોરોના વાયરસની રસી બનાવવાની

કામગીરી આસાન બની જશે.

ગુજરાતની

વધુ એક સિદ્ધિ: કોરોનાની રસી શોધવાની દિશામાં ગુજરાતને મળી મોટી સફળતા: ગુજરાતે

કોરોના વાયરસની જીનોમ સિકવન્સ શોધી કાઢી

ગુજરાતમાં

કોરોના વાયરસ સામે લડવા માટે રાજકોટમાં વેન્ટિલેટર બનાવવામાં અને પીપીઈ સુટ બનાવવામાં પણ સફળ રહ્યાં છે

ત્યારે હવે ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ દ્વારા કોરોના વાયરસની જીનોમ સિકવન્સ

શોધી કાઢવામાં આવી છે. જેને કારણે હવે કોરોનીની વેક્સિન અને દવા બનાવવામાં સરળતા

રહેશે.ગુજરાતના વૈજ્ઞાનિકોએ કરેલી આ શોધની રાજયના મુખ્યમંત્રીના કાર્યાલયે ટવીટ

કરીને માહિતી આપી છે. દેશની એક માત્ર રાજ્યની સરકારી લેબોરેટરી કે જેણે COVID19ની આખી જીનોમ સિક્વન્સ જાણી લીધી છે અને

તે કોરોના વાયરસનું મૂળ શોધવામાં, તેને ટાર્ગેટ કરતી દવા બનાવવા, વેક્સિન બનાવવામાં ખુબ જ ઉપયોગી

નીવડશે.ઉલ્લેખનીય છે કે, બાયોટેક્નોલોજી

ફિલ્ડમાં રિસર્ચ અને ડેવલોપમેન્ટને પ્રમોટ કરવાનું કામ GBRC કરે છે. ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ

ટેક્નોલોજી દ્વારા ૨૪ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ ગુજરાત બાયોટેક્નોલોજી રિસર્ચ સેન્ટર( GBRC )ની સ્થાપના કરવામાં આવી હતી.

Next Story