Connect Gujarat
ગુજરાત

ગીર સોમનાથમાં: દેશી ગોળનો ઉદ્યોગનેે વાગી જશે તાળા , કારણ જાણવા જુઓ આ સમાચાર

ગીર સોમનાથમાં: દેશી ગોળનો ઉદ્યોગનેે વાગી જશે તાળા , કારણ જાણવા જુઓ આ સમાચાર
X

ગીર સોમનાથ જિલ્લામાં ત્રણ સુગર ફેકટરી બંધ થવાથી ખેડુતો દેશી ગોળના વ્યવસાય તરફ વળ્યાં હતાં પણ હવે શેરડી અને ગોળના પોષણક્ષમ ભાવો નહિ મળતાં આ વ્યવસાય પણ બંધ કરવો પડે તેવા દિવસો દુર નથી. જુઓ વિશેષ અહેવાલ ….

આ દ્રશ્યો છે ગીર સોમનાથ અને ગીર વિસ્તારમાં ગોળ બનાવતા રાબડાઓના,શુદ્ધ ખાવા લાયક ગોળ અહીં તૈયાર કરવામાં આવી રહ્યો છે. રાબડાઓને રાજયના અન્ય વિસ્તારોમાં ગોળના કોલા તરીકે ઓળખવામાં આવે છે. ગીર સોમનાથ ના કોડીનાર, ઉના અને તાલાલામાં શેરડીનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે. જેના કારણે આ પંથકમાં દર વર્ષ 300 થી વધુ રાબડાઓ ધમધમતા થાય છે.પરંતુ ચાલુ વર્ષે માત્ર 100 જેટલા રાબડા ચાલુ થયા છે. ગીર વિસ્તારનાં ખેડૂતોની જીવાદોરી સમાન ગણાતી ઉના કોડીનાર અને તાલાલા સુગર મિલો લાંબા સમયથી બંધ પડી છે.જેના કારણે અહીં હવે રાબડાઓ ની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. શેરડીના એક ટનનાં ભાવ આશરે 1700 થી 1800 ચૂકવાઈ રહ્યા છે. રાબડા માલિકોને ગોળનાં અપૂરતા ભાવ મળી રહ્યા છે.આથી રાબડા સંચાલક ખેડુતોએ હવે પોતાની બ્રાન્ડ બનાવવાનું શરૂ કર્યું છે અને 5 કિલોનાં પેકિંગ બનાવી માર્કેટમાં વેચાણ કરી રહ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે સરકાર અમારા પર થોડું ધ્યાન આપી આ સુગર મિલો ને શરૂ કરે તો અહીંના ખેડૂતોની કાયાપલટ થઈ જાય તેમ છે.

શેરડીનાં અપૂરતા ભાવને લઈ રાબડા એસોસીએશનનાં પ્રમુખ બાલુભાઈનાં જણાવ્યા મુજબ અન્ય રાજ્યો માંથી અખાદ્ય ગોળ મોટા પ્રમાણમાં ગુજરાતમાં આવી રહ્યો છે. જેના કારણે અહીંના ગોળની બજાર તૂટી છે.જેથી અમે ખેડૂતોને પૂરતા ભાવ આપી શકતા નથી. અમે સરકારને વારંવાર આ મામલે રજુઆત કરી છે પરંતુ પરિણામ મળતું નથી. અગાઉ ગીર સોમનાથ જિલ્લામાં 350 થી વધુ રાબડાઓ ધમધમતા હતા અને શેરડીનું ઉત્પાદન પણ આશરે 8 લાખ ટન થી વધુ થતું હતું.પરંતુ શેરડી અને ગોળનાં યોગ્ય ભાવ ન મળવાના કારણે વર્તમાન વર્ષમાં માત્ર 100 રાબડાઓ જ શરૂ થયા છે.

Next Story