જુગારના રોકડા રૂપિયા ૨૮૩૧૦ -/ સાથે પાંચને ઝડપી પાડતી અંક્લેશ્વર શહે૨ પોલીસ

New Update
જુગારના રોકડા રૂપિયા ૨૮૩૧૦ -/ સાથે પાંચને ઝડપી પાડતી અંક્લેશ્વર શહે૨ પોલીસ

નાયબ પોલીસ અધિક્ષક અંકલેશ્વર ડીવીઝનના માગદર્શન હેઠળ અંકલેશ્વ૨ શહેર પો.સ્ટે. વિસ્તારમાં મળેલ બાતમી આધારે અંકલેશ્વર શહે૨ મ.નં ૫૩ અંબીકાનગ૨ દિવા રોડ તા.અંકલેશ્વ૨ જી.ભરૂચ ખાતે પત્તા-પાનાના જુગા૨ રેડ કરતા પાંચ આરોપીને રંગે હાથ પત્તા પાનાનો હારજીત નો જુગાર રમી રમાડતા ઝડપી પાડ્યા હતા.

અંકલેશ્વર શહેર પોલીસે ત્યાં હાજર પાંચ આરોપીમાં રાહુલભાઈ અરવિંદભાઈ વસાવા રહે. મ.નં ૫૩ અંબીકાનગ૨ દિવા રોડ, અંકલેશ્વર શહે૨ તા-અંકલેશ્વ૨ જી.ભરૂચ મુળ રહેવાસી.બોઈદ્રા નીશાળ ફળીયા તા-અંકલેશ્વ૨ જી.ભરૂચ તથા બીજા ચા૨ ઈસમોને પત્તાપાનાનો જુગા૨ ૨મતા મળી આવ્યા હતા.

પોલીસે તેઓની અંગ ઝડતી તથા દાવના રોકડા રૂપિયા ૨૮,૩૧૦ /- અને પતા-પાના ૨મવાના મુદામાલ સાથે પાંચેય આરોપીઓને અટક કરી જુગા૨ ધારા કલમ ૪-૫ મુજબ કાયદેસરની કાર્યવાઠી હાથ ધરી હતી.