તાપી જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર સજજ

New Update
તાપી જિલ્લામાં વરસાદ બાદ રોગચાળો ન ફેલાય તે માટે તંત્ર સજજ

તાપી જીલ્લામાં ભારે વરસાદ બાદ રોગચાળો ન થાય તેના અગમચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા વાહકજન્ય રોગ નિયંત્રણ અને અટકાયતની સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીના જણાવ્યા મુજબ જીલ્લામાં ભારે વરસાદના કારણે જુદા જુદા વિસ્તારોમાં પાણી ભરાયેલ હતા. જેના કારણે મચ્છરોની ઉત્પતિમાં વધારો ન થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા સ્પ્રેઈંગ કામગીરીનો પ્રથમ રાઉન્ડ પુર્ણ કરવામાં આવેલ છે. જેમાં ૨૪ જેટલા ગામોમાં આલ્ફાસાયપરમેથ્રીન ૫% દવાનો છંટકાવ કરવામાં અવેલ છે.

publive-image

તમામ પ્રા.આ.કેન્દ્ર વિસ્તારમાં પાણી ભરાયેલ જળ સ્ત્રોતની મોજણી કરી તેમાં ૧૩૪ જેટલા સ્થળોએ ગપ્પીફિસ મુકવામાં આવેલ છે. ભારે વરસાદથી અસરગ્રસ્ત ૪૪૮૨૮૫ જેટલી વસ્તીનો સર્વે કરવામાં આવેલ છે. ફોગીંગની કામગીરી અંતર્ગત બે ગામ ઝુમકટી અને કેવડામોઇના તમામ ફળિયામાં કરવામાં આવેલ છે તેમજ વ્યારા અને સોનગઢ નગરપાલિકા વિસ્તારમાં પણ કામગીરી કરવામાં આવેલ છે. ૩૭ ફળીયાઓમાં પાવડર છંટકાવ કરેલ છે. તાપી જીલ્લામાં કુલ-૬૮ લિકેજીસ મળી આવેલ હતા જે તમામ લિકેજીસ રિપેર કરી દેવામાં આવેલ છે. જીલ્લામાં ૧૯૨૭૦ જેટલી ક્લોરિન ટેબ્લેટ તથા ૪૫૨૧૦ નંગ ORS પેકેટનું વિતરણ કરવામાં આવી છે.