Connect Gujarat
Featured

નવસારી: બીલીમોરાની તીસરી ગલી રહેવાસીઓ માટે બની આફતરૂપ; 13 ઇસમોએ એક યુવકની કરી હત્યા

નવસારી: બીલીમોરાની તીસરી ગલી રહેવાસીઓ માટે બની આફતરૂપ; 13 ઇસમોએ એક યુવકની કરી હત્યા
X

નવસારીના બીલીમોરાની તીસરી ગલીમાં અસામાજિક તત્વોના આતંક વધીએ રહ્યો છે ત્યારે તીસરી ગલીની ગેંગ પંથકના રહેવાસીઓ માટે આફતરૂપ બનતી આવી છે. ગત રોજ જૂની અદાવતમાં એક યુવકની ચપ્પુ મારી હત્યા કરવામાં આવતા પથકમાં ચકચાર મચી જવા પામી છે.

દેશના મોટા મહાનગરોમાં ગેંગવૉરએ સામાન્ય ઘટના બની રહી છે જેમાં અંગત અદાવતોમાં હત્યા લૂંટ કે પછી બળાત્કાર જેવી ઘટના છાસવારે બની રહી છે. ત્યારે નવસારીના બીલીમોરાની તીસરી ગલીમાં માથાભારે ઈસમોનો આતંક દિવસે ને દિવસે વધવા લાગતાં સ્થાનિક રહીસો માટે પણ આફતરૂપ બની છે. ગત રોજ જૂની આડવાતમાં આતલીયા ગામના યુવકને એક ટુકડીના 13 ઈસમોએ મોતને ઘાટ ઉતારી ફરાર થઈ ગયા છે. ગઈકાલે રાત્રી દરિમયાન તીસરી ગલીના ઇસમે આતલીયા ગામના યુવકને ફોન કરીને બોલાવ્યો અને આવતાની સાથે આરોપીઓએ યુવકને ચપ્પુ અને લાકડા વડે માર મારી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત યુવકનું મોત નીપજયું હતું. ઘટનાની જાણ પોલીસને થતા મામલો બીચકે નહીં તે માટે જિલ્લા પોલીસને તૈનાત કરી દેવામાં આવી હતી. ઘટનામાં સામેલ 13 લોકો વિરુદ્ધ પોલીસે ફરિયાદ લીધી છે અને તેમણે પકડી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Next Story