નવસારીઃ ઉપરવાસમાં ભારે વરાસદને કારણે અંબિક નદીની સપાટી વધી

New Update
નવસારીઃ ઉપરવાસમાં ભારે વરાસદને કારણે અંબિક  નદીની સપાટી વધી

જિલ્લા કલેકટરે ટ્વીટ કરી જીલ્લાના નાગરિકો માટે આપી જરૂરી માહિતી

નવસારી જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે અંબિકા નદી ની સપાટી વધી રહી છે. જેથી નદી કાંઠાના તમામ ગામોને સાવચેતીના ભાગ રુપે નદી કિનારે ન જવા ચેતવણી આપવામાં આવી છે. વધુમાં દરીયાઈ મોંજાને ધ્યાને લેતાં માછીમારોને દરીયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

ડાંગ જીલ્લામાં અને વાંસદા તાલુકામાં થયેલ ભારેથી અતિભારે વરસાદને કારણે કેલીયા ડેમ અને જુજ ડેમ ઓવરફ્લો થવાની શકયતા રહેલી હોવાથી ડેમથી અસરગ્રસ્ત ગામોના લોકોને એલર્ટ કરી દેવાયા છે. ભારે વરસાદ થવાના કારણે અંબિકા નદીની જળ સપાટી વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેથી કાંઠા વિસ્તારના તમામ ગ્રામજનોને કાંઠાના વિસ્તારમાં ન જવા તેમજ સલામત સ્થળે ખસી જવા અનુરોધ છે.

Latest Stories