નવસારીઃ ભારે વરસાદથી અંબીકા- કાવેરી નદી બની ગાંડીતૂર, 3 દિવસથી ગામડાઓમાં નથી સંપર્ક

New Update
નવસારીઃ ભારે વરસાદથી અંબીકા- કાવેરી નદી બની ગાંડીતૂર, 3 દિવસથી ગામડાઓમાં નથી સંપર્ક

દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદને પગલે એન.ડી.આર.એફ.ની ટીમોને પણ સ્ટેન્ડબાય કરવામાં આવી

દક્ષિણ ગુજરાતમાં એક સપ્તાહ ઉપરાંતથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક વસ્તારોમાં ભારે વરસદને પગલે જનજીવન ઉપર વ્યાપક અસર વર્તાયી છે. નવસારી જિલ્લાની અંબિકામાં રોજે રોજ પુરની સ્થિતિ સર્જાઈ રહી છે. ત્યારે અંબિકા નદી ઉપરથી પસાર થતા માર્ગો ઉપરનો વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો છે. ગત રાતથી વરસી રહેલા વરસાદને કારણે અંબિકા અને કાવેરી નદી બે કાંઠે વહેતાં જાણે ગાંડીતૂર બની છે. જેના પગલે અંબિકા નદીના કાંઠે આવેલા વલસાડી, ધોલ તેમન ગણદેવીનાં ગામડાઓ છેલ્લા ત્રણ દિવસતી સંપર્ક વિહોમા બન્યા છે.

અંબિકા નદી અને કાવેરી નદી ભયજનક સપાટીએ વહી રહી હોવાથી લોકોને તે તરફ ન જવા તંત્ર દ્વારા હાકલ પણ કરવામાં આવી છે. બીજી તરફ કુદરતી આપતને પહોંચી વળવા માટે સ્થાનિક વહીવટી ત્તંર પણ સજ્જ છે. અહીં રેસ્ક્યુ માટે એનડીઆરએફની ટીમોને પણ સ્ટેન્ડબાય કરવામાં આવી છે.

Latest Stories