બનાસકાંઠા : તસ્કરોની કરતૂત થઈ સીસીટીવીમાં કેદ, મંદિરમાંથી મુગટ-દાગીના સહિત કરી રોકડ રકમની ચોરી

New Update
બનાસકાંઠા : તસ્કરોની કરતૂત થઈ સીસીટીવીમાં કેદ, મંદિરમાંથી મુગટ-દાગીના સહિત કરી રોકડ રકમની ચોરી

બનાસકાંઠા

જિલ્લાના થરાદમાં

આવેલ નારણ દેવી મંદિરમાં તસ્કરોએ

હાથફેરો કરી ભગવાનના મુગટ, દાગીના સહિત દાનપેટીમાંથી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. સમગ્ર

મામલે પોલીસ ફરિયાદ થતાં

મંદિરમાં લાગેલા સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વધું તપાસ હાથ ધરી છે.

થરાદમાં આવેલ નારણ દેવી મંદિરમાં તસ્કરોએ કરેલી ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી છે. ત્રણ જેટલા અજાણ્યા શખ્સો રાત્રિ દરમ્યાન મંદિરમાં આવી આરામથી ચોરી કરતાં કેમેરામાં નજરે ચઢે છે. જોકે થરાદમાં વારંવાર તસ્કરો ભગવાનના મંદિરોને જ નિશાન બનાવી ચોરીને અંજામ આપી રહ્યા છે. અગાઉ પણ 2થી 3 મંદિરોમાં તસ્કરોએ પોતાની તરકીબ અજમાવી ચોરી કરવામાં સફળ રહ્યા છે, ત્યારે ફરી એકવાર થરાદમાં તસ્કરોએ મંદિરમાં ચોરીની ઘટનાએ અંજામ આપી પોલીસને ચૅલેન્જ કર્યો હોય તેમ લાગી રહ્યું છે. જોકે પોલીસ હવે ક્યારે તસ્કરોનું પગેરું શોધવામાં સફળ થાય છે, તે તો આવનારો સમય જ બતાવશે.