Connect Gujarat
ગુજરાત

બનાસકાંઠા : યુવકે બનાવી સુવિધાજનક ‘લે ચલો’ મોબાઈલ એપ, પ્રદુષણ, ટ્રાફિક, ઈંધણ ખર્ચમાંથશે ફાયદો

બનાસકાંઠા : યુવકે બનાવી સુવિધાજનક ‘લે ચલો’ મોબાઈલ એપ, પ્રદુષણ, ટ્રાફિક, ઈંધણ ખર્ચમાંથશે ફાયદો
X

ઈંધણ ખર્ચ સાથે પ્રદુસણ અને ટ્રાફિક સમસ્યા પર થશે કંટ્રોલ થાય તે હેતુથી બનાસકાંઠાના કુંભાસણ ગામના ધોરણ 12 પાસ યુવકે બનાવી સુવિધા જનક મોબાઈલ એપ. ગમે ત્યારે ક્યાંય પણ જવા માટે ગાડી અને પેસેન્જરોની ડિટેઈલ્સ પણ આ એપ ઉપર મળશે, જોકે આ એપને મફતમાં ડાઉનલોડ કરી સુવિધાઓ મેળવી શકાશે.

બનાસકાંઠાના કુંભાસણ ગામના અરવિંદ નામના યુવકે એક એવી એપ્લિકેશન બનાવી છે જે લોકો માટે સુવિધા સાથે પર્યાવરણ ટ્રાફિક સમસ્યા અને ઈંધણ ખર્ચ બચાવવા માતટે મહત્વની સાબિત થઈ રહી છે. એકમાત્ર ધોરણ 12 પાસ અરવિંદે ‘લે ચલો’ નામની એપ બનાવી છે. ઘરેથી કોઈપણ કામ અર્થે નીકળતા લોકો માટે ક્યાંય પણ જવા આવવા માટે ગાડી નંબર, ગાડી માલિક તેમજ મોબાઈલ નંબર સાથેની મહત્વપૂર્ણ જાણકારી એપ દ્વારા પુરી પાડવામાં આવી છે. આ એપ ગૂગલ પ્લે સ્ટોર ઉપરથી સરળતાથી પોતાના મોબાઈલમાં મફત ડાઉનલોડ કરી એપનો ઉપયોગ કરી શકાય છે. એપમાં જ્યાં જવુ હોય તે સીટીનું નામ લખો એટલે એપ દ્વારા ગાડી નંબર, સ્થળ, ડ્રાઈવર નંબર સાથે ભાડું કેટલું થશે એની પુરી જાણકારી આપવામાં આવે છે. હાલમાં આ એપમાં 700 જેટલી ગાડીઓની નોંધણી કરાયેલી છે, તેમજ 3500 લોકો આ એપનો ઉપયોગ કરી રહ્યા છે. એપ દ્વારા દરરોજ જવા-આવવા ગાડીઓમાં બુકીંગ કરતાં લોકોની સંખ્યા પણ વધી રહી છે. એક વ્યક્તિ પોતે ક્યાંય પણ જવા નીકળે તો પોતે ગાડી લઈ નીકળે છે, જયારે ગાડીની અન્ય સીટો ખાલી રહે છે. વ્યક્તિ દીઠ એક ગાડી એક જ સ્થળે પોહચે છે જેથી ટ્રાફિક સમસ્યા, પ્રદુસણ અને ઈંધણ ખર્ચ પણ ખુબ જ થાય છે, જેથી એવું કંઈ કરીએ કે લોકો સમયસર એકજ ગાડીમાં યોગ્ય સ્થળે પોહચી શકે તેમજ જે લોકો પાસે ગાડી નથી એવા લોકો પણ તેનો લાભ લઈ શકે આ વિચારે અરવિંદે 2 વર્ષની મહેનત પછી ‘લે ચલો’ મોબાઈલ એપ બનાવી છે. અરવિંદને આ કુશળતા પોતાના પિતા પાસેથી વારસામાં મળેલ છે. પિતા પણ ઈલેક્ટ્રીક વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી બાળપણથી જ ઈલક્ટ્રીક સાધનોમાં રૂચિ અને કામની ધગશે અરવિંદને સફળતા અપાવી છે.

હાલમાં અરવિંદ લેબર કોન્ટ્રાક્ટરનો વ્યવસાય કરે છે અને સાથે લોકોને સુવિધા આપતી ‘લે ચલો’ એપમાં રચ્યા પચ્યા રહે છે, તેમજ એપ્લિકેશનમાં લોકોને કંઈ પણ પ્રકારની પડતી અગવડતાઓ માટે આપેલ હેલ્પલાઇન નંબર પર સતત સમસ્યાઓનું સોલ્યુશન આપતા રહે છે. ‘લે ચલો’ મોબાઈલ એપ્લિકેશન બનાવી અરવિંદે સમાજ સાથે કુંભાસણ ગામનું જ નહિ પરંતુ સમગ્ર જિલ્લાનું નામ ગૌરવંતુ કર્યું છે.

લે ચાલો’ એપથી ગાડી ધારકો સાથે લોકોને પણ ફાયદો થયો છે, કેટલાય ગાડી ચાલકો આ એપ સાથે જોડાયા છે. પહેલા કોઈ ગાડી ચાલક બહાર જતો ત્યારે કોઈ પેસેન્જર નો ડર રહેતો પરંતુ આ એપમાં જોડાયા બાદ ગાડી ધારક અને પેસેન્જર બન્નેને સરળતા સાથે વિશ્વાસ પણ પેદા થાય છે અને સંબંધો પણ બને છે, ત્યારે ગાડી ધારકને પેસેન્જર ક્યાં અને કેવી રીતે મળી રહેશે તે ‘લે ચલો’ એપના ફાયદા છે, ત્યારે આ એપથી ઘણી બધી સમસ્યાઓનો હલ થશે તેવું પણ માનવમાં આવી રહ્યું છે.

અરવિંદ ગામડામાં રહેતા હોવાથી ગામડાની સમસ્યાઓ સારી રીતે જાણે છે, ગામડાઓ અને નાના તાલુકાની સૌથી મોટી સમસ્યા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો વાહન ન મળે એટલે રોજ રોજ હેરાન થવું ન પડે. હજારો લોકો નોકરી માટે, મજૂરી માટે, ભણવા માટે કે અન્ય કામથી એક જગ્યાએથી બીજી જગ્યાએ રોજ અપડાઉન કરતા હોય છે, પરંતુ પૂરતી વાહનની સુવિધા ન હોવાના કારણે હેરાન થતા હોય છે. મતલબ કે તમારી પાસે ગાડી હોય અને તમે પાલનપુરથી અમદાવાદ જતા હોય તો તમારે એપ્લિકેશનમાં તમારો ગાડી નંબર, અને ટાઈમ તેમજ તમે ક્યાં જવાના છો અને ભાડું લેવાનું હોય તો કેટલા રૂપિયા ભાડું છે તેની તમામ વિગત નાખશો એટલે તમને પેસેન્જરોની ડિટેઇલ આવશે, જો તમારી ઈચ્છા હોય કોઈને લઈ જવાની તો તમે આસાનીથી પેસેન્જર મેળવી શકો. ટૂંકમાં તમે પોતાના ખાનગી વાહન જેવા કે ટ્રક, રીક્ષા, બાઈક, કે અન્ય કોઈને લઈ જવા હોય તો લઈ જઈ શકો.

Next Story