Connect Gujarat
ગુજરાત

બુટલેગરોનો મનસુબો નાકામ, થર્ટી ફર્સ્ટ નિમિતે લઈ જવાતા દારૂને પોલીસે અટકાવ્યો

બુટલેગરોનો મનસુબો નાકામ, થર્ટી ફર્સ્ટ નિમિતે લઈ જવાતા દારૂને પોલીસે અટકાવ્યો
X

રેન્જ આઇજી સંદીપ સિંઘની ટીમે ૨૮ લાખનો વિદેશી દારૂ ઝડપી પાડયો

31 ડિસેમ્બર નિમિતે બુટલેગરો મેદાનમાં ઉતરી ગયા, તેઓના મનસૂબા

નાકામ કરવા માટે પોલીસ પણ એટલી જ એલર્ટ થઇ ગઈ છે. ત્યારે આર આર સેલની ટીમને બાતમીના આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી 27,78,300 રૂપિયાનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યું હતું. કન્ટેનર ઝડપી

પડતાં બુટલેગરોમાં

ફફડાટ વ્યાપી ગયો હતો,આ મામલામાં

રાજસ્થાની

શખ્સની ધરપકડ કરી કુલ 42,79,300નો મુદામાલ કબ્જે કરી લીધો હતો, માલ મંગાવનાર અને મોકલનાર અંગે તપાસ હાથ ધરી

છે.

થર્ટી ફર્સ્ટની

નશીલી ઉજવણી કરવા અધીરા બનેલા શરાબીઓ અને તેઓને દારૂ પહોંચાડી મોઢે માંગ્યા દામ

મેળવવા થનગનતા બુટલેગરો ઉપર ખાસ વોચ રાખવા રાજકોટ રેન્જ આઇજી સંદીપસિંહની સૂચનાથી

આર આર સેલના સ્ટાફે બાતમી આધારે વાંકાનેર બાઉન્ડ્રી પાસે વોચ ગોઠવી હતી. આ દરમિયાન રાજસ્થાન પાસીંગનો ટ્રક RJ 14 GG 1547 પસાર થતા, ટ્રકને ઝડપી પાડી દારૂનો જંગી જથ્થો જે તે સ્થળે જતાં રોક્યો હતો.

પોલીસે ચેક કરતા

કન્ટેનરમાંથી દારૂની 603

પેટી જેની કિંમત

રૂ.27,78,300, 15 લાખનો ટ્રક, બે મોબાઇલ સહીત કુલ રૂ.42,79,300નો મુદ્દામાલ કબજે કર્યો હતો. અને આ દારૂનો જથ્થો

લાવનાર ટ્રક ડ્રાઈવર આરોપી પ્રદીપ રતિલાલ પ્રજાપતિ રાજસ્થાન વાળાને ઝડપી પાડી વાંકાનેર તાલુકા

પોલીસ મથકે લઇ જવામાં

આવ્યો હતો.આ

દારૂનો જથ્થો કોણે મોકલાવ્યો હતો અને કોણ મંગાવનાર હતું તે જાણવા પોલીસે તપાસ હાથ

ધરી છે.

Next Story