Connect Gujarat
ગુજરાત

ભરૂચ : અંકલેશ્વરના યુવાનને શરદી- ખાંસી થતાં સિવિલમાં ખસેડાયો, વાંચો પછી શું થયું

ભરૂચ : અંકલેશ્વરના યુવાનને શરદી- ખાંસી થતાં સિવિલમાં ખસેડાયો, વાંચો પછી શું થયું
X

અંકલેશ્વર

જીઆઇડીસી વિસ્તારમાં રહેતાં 40 વર્ષીય યુવાનને શરદી- ખાંસી થઇ જતાં તે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે

ગયો હતો. જયાં તેને કોરોના વાયરસ છે કે કેમ તેની તપાસ માટે સેમ્પલ લઇને અમદાવાદ

ખાતે મોકલી આપવામાં આવ્યાં છે. હાલ તેને ઓબ્ઝર્વેશન વોર્ડમાં રાખવામાં આવ્યો છે.

રાજયભરમાં

કોરોના વાયરસને અનુલક્ષી સાવચેતીના પગલાં ભરવામાં આવી રહયાં છે. અંકલેશ્વર

જીઆઇડીસીમાં રહેતાં અને દિલ્હીથી આવેલાં એક યુવાનને શરદી અને ખાંસીના લક્ષણો જોવા

મળતાં તે સ્થાનિક તબીબો પાસે દવા લેવા માટે ગયો હતો પણ તબિયતમાં સુધારો નહિ થતાં તેણે કોરોના

વાયરસ માટે શરૂ કરવામાં આવેલી હેલ્પ લાઇનનો સંપર્ક કર્યો હતો. 108 એમ્બયુલન્સની મદદથી તેને ભરૂચ સિવિલ

હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. તબીબોએ તાત્કાલિક એકશનમાં આવી તેને ઓબ્ઝર્વેશન

વોર્ડમાં ખસેડયો હતો. જરૂરી નમુના લઇને તપાસ માટે અમદાવાદ ખાતે મોકલી આપવામાં

આવ્યાં છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, જિલ્લામાંથી કોરોનાનો એક પણ પોઝીટીવ કેસ

મળી આવ્યો નથી. વિદેશથી આવેલા લોકોને પણ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યાં છે.

Next Story