ભરૂચ અંકલેશ્વરમાં બે દિવસથી વરસાદ યથાવત, ખેડૂતોમાં ખુશહાલી

ભરૂચ અંકલેશ્વરમાં બે દિવસથી વરસાદ યથાવત, ખેડૂતોમાં ખુશહાલી
New Update

આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતાઃ હવામાન વિભાગ

ભરૂચ અને અંકલેશ્વર સહિત જિલ્લાભમાં છેલ્લા બે દિવસથી વરસાદ વરસી રહ્યો છે. સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળ્યો છે. ખેતીલાયક વરસાદ થતાં હાલમાં જિલ્લાનાં ખેડૂતો ખેતીકામમાં જોતરાઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામા વરસેલા વરસાદમાં અંકલેશ્વર અને નેત્રંગ તાલુકામાં સૌથી વધુ 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. હાલનાં તબક્કે વરસાદનાં પગલે કોઈ નુકશાનીના અહેવાલ સાંપડ્યા નથી. જોકે સવારથી જ વરસાદને પગલે શાળાએ જતાં બાળકો અને નોકરીયાત વર્ગને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.publive-imageગત સોમવારથી જ શરૂ શઈ ગેયેલું ચોમાસું એક સપ્તાહ બાદ ફરીથી સક્રિય થતાં હલામાં જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જિલ્લામાં વરસાદને પગલે હાલમાં તો ખેડૂતોમાં ખૂશીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગત 24 કલાકનાં વરસાદની વાત કરીએ તો અંકલેશ્વરમાં 2 ઇંચ, ભરૂચ 1 ઇંચ, હાંસોટ 1.5.ઇંચ, જંબુસર 1 મી.મી., નેત્રંગ 2 ઇંચ, વાગરા 15 મી.મી., વાલિયા- 1.5.ઇંચ અને ઝઘડિયામાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની શક્યતા રહેશે.

#Bharuch #Gujarat #Connect Gujarat #Rain #News #Gujarati News #ભરૂચ #Beyond Just News
Here are a few more articles:
Read the Next Article