Connect Gujarat
ગુજરાત

ભરૂચ : માછીમાર સમાજનું આંદોલન બન્યું વધુ ઉગ્ર: કલેક્ટરનો કર્યો ઘેરાવ

ભરૂચ : માછીમાર સમાજનું આંદોલન બન્યું વધુ ઉગ્ર: કલેક્ટરનો કર્યો ઘેરાવ
X

ભરૂચ જિલ્લા માછીમાર સમાજે તેમના આંદોલનને ઉગ્ર સ્વરૂપ આપતા નર્મદા નદીના જાહેર વહેણમાં ખૂંતા ચોંઢવા મુદ્દે કલેકટર કચેરીનો ઘેરાવો કરી ઓફિસ બહાર બેસી વિરોધ નોંધાવ્યો હતો.જેમાં માછીમારો દ્વારા જિલ્લા સમાહર્તાને બહાર જતા પાછળ પકડવાનીજાળ વડે ઘેરાવો કરતા વહીવટી તંત્રમાં કુતુહલતા સર્જવા પામી હતી. જોકે આ ઘટનામાં ભરૂચ પોલિસે મધ્યસ્થી બની માછીમાર સમાજને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો.

ભરૂચ નર્મદા નદીમાં કેટલાક સ્થળે ગેરકાયદેસર રીતે ખૂંટા મારવા અંગે સ્થાનિક માછી સમાજના લોકોમાં રોષ ઉભો થયો છે. હાલ ચોમાસાની સીઝન ચાલી રહી હોય અને નદીના વહેણ વચ્ચે ખૂંટા મારી નુકસાન પહોંચાડવામાં આવતું હોય.જે બાબતને લઇ માછીમારો માં ભારે આક્રોશ ઉભો થયો છે.માછીમારો નદીમાં હોડી લઈને જાય તો ખૂંટાઓના કારણે હોડીઓ પલટી ખાઈ જાય છે અને મચ્છીમારી કરવાની જાળ પણ ખૂંટાઓમાંફસાઈ જાય છે.

ચોમાસાની સીઝનમાં નર્મદાના કિનારાના ગામોમાં મહેગામ, મનાડ, કલાદરા, સુવા, વેંગણી, અંભેટા, કોલીયાદ, રહિયાદ, જાગેશ્વર સહિત હાંસોટ તાલુકાના કેટલાક ગામોના લોકો નર્મદા નદીમાં ખૂંટા ઉભા કરી મચ્છીમારી કરે છે. ખૂંટા મારવાના કારણે નર્મદા નદીનો જળમાર્ગ બંધ થઈ જાય છે. તેમજ હોડીઓની અવર–જવર થઈ શકતી નથી. જેમાં માછી સમાજને આર્થિક નુકશાનનથી સાથેસાથે જાનહાનિ પણ થાય છે. ખૂંટા મારવાના કારણે આદિવાસી માછીમારોએ પોતાની રોજગારી ગુમાવી છે. દહેજ પોલીસ મથકે પણ તાજેતરમાં આ અંગે ફરિયાદ લખાવી છે. પરંતુ તેનું કોઇ નિરાકરણ આવતું નથી.

જે સંદર્ભે નર્મદા નદીના જાહેર વહેણમાં ખૂંટા ચોઢવા પર પ્રતિબંધ મુકતું જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું હોવા છતાં ખૂંટા મારનારાઓની દાદાગીરી સામે પોલીસનું પણ કંઈ ચાલતું નથી. તેઓ નદીમાંથી ખૂંટા કાઢતાં નથી. જેથી તાત્કાલિક કલેકટર સમક્ષ રજૂઆત કરવા ભરૂચ, ભાડભૂત, કલાદરા અને બીજા ગામોના માછીમારો અત્યારે કલેકટર ઓફિસની બહાર બેસી ને વિરોધ નોંધાવ્યો હતો.

Next Story