/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/5535e458-006a-47ba-8278-bbc8751081bb.jpg)
મૃતક દીપ્તેશ શાહનાં બન્ને દીકરા વિદેશમાં અભ્યાસ કરે છે, પત્ની પણ દીકરાઓને મળવા વિદેશ ગયા છે
ભરૂચના પ્રિતમ નગર-1માં બાંગ્લા નંબર-૧૪ માં રહેતા દીપ્તેશ શાહ પોતાના ધાબા પર ભરાયેલા વરસાદી પાણી બહાર કાઢવા જતાં અચાનક વીજ કરંટ લાગ્યો હતો. જેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવની મળતી માહિતી મુજબ ભરૂચના પ્રિતમનગર સોસાયટીનાં મકાન નંબર- ૧૪ માં રહેતાં દીપ્તેશ શાહ દવાવાળાનાઓ આજે બપોરે પોતાના મકાનમાં હતા. ધાબા પર ભરાયેલ વરસાદી પાણી ખાલી કરવા જતાં અચાનક ત્યાં વાયર પાણીમાં અડી જતાં વીજ કરંટ ઉતર્યો હતો. જે દીપ્તેશ શાહને લાગતાં તેઓ નીચે પટકાયા હતા. જે બાબતની જાણ પરિવરજનોને થતાં તેમને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હત. ફરજ ઉપર હાજર તબીબે તેમની સારવાર કરતાં તેમને મૃત જાહરે કર્યા હતા.
દીપ્તેશ શાહનું મોત થયું હોવાના સમાચાર સાંભળતાં જ પરિવારજનોએ હોસ્પિટલમાં જ આક્રંદ કરી મૂક્યું હતું. જેના કારણે હોસ્પિટલનું વાતાવરણ પણ ગમગીન બની ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, મૃતકના બંને દીકરા અભ્યાસર્થે વિદેશમાં છે. જ્યારે પત્ની તેમના બાળકોને મળવા માટે ગત સપ્તાહે જ વિદેશ ગયા હતા. ત્યારે આ સમયે પડોશીઓએ તેમના ઘરે પહોંચી જઈને 108 બોલાવી હતી. જ્યારે વીજ કંપનીને ઘટનાની જાણ કરતા કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. બનાવની જાણ થતાંજ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ સહિત સોસાયટીના લોકો સિવિલ હોસ્પિટ ખાતે દોડી આવ્યા હતા.