/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/07/Untitled-1-copy-1-3.jpg)
વડોદરાના દંપતિએ આજે 10 વાગ્યાના અરસામાં સરદાર બ્રિજ ઉપરથી નર્મદામાં ઝંપલાવ્યું હતું
ભરૂચ નજીકથી પસાર થતાં નેશનલ હાઈવે ઉપર આવેલા સરદાર બ્રિજ ઉપરથી આજરોજ દંપતિએ મોતની છલાંગ લગાવી હતી. જોકે નદીમાં ઝંપલાવી રહેલા દંપતિને કેટલાંક લોકોએ જોઈ જતાં પત્નિને ફાયર બ્રિગેડ દ્વારા બચાવી લેવામાં આવી છે. જ્યારે નદીનાં પ્રવાહમાં ગરકાવ થઈ ગયેલા પતિની શોધખોળ કરવામાં આવી રહી છે. બચાવી લેવાયેલી પત્નીને સારવાર અર્થે 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
ઘટનાની પ્રાપ્ત થતી પ્રાથમિક વિગતો મુજબ વડોદરાનાં રવિન્દ્ર ખેરનાથ અને પત્ની મયુરી રહે. સી-29 અવધ રેસીડન્સી, તરસાલી બાયપાસ ખાતે રહેતા હતા. સાસરિયાના ત્રાસથી દંપતિએ આજે ભરૂચ આવીને સરદાર બ્રિજ ઉપરથી નર્મદા નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટના ત્યાંથી પસાર થતા વાહનચાલકો જોઈ જતાં તેમણે ફાયર બ્રિગેડ અને 108ને જાણ કરી હતી. સ્થળ ઉપર દોડી આવેલા ફાયર બ્રિગેડે પત્ની મયુરીને બચાવી લીધી છે. જેને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં ત્યાં સારવાર ચાલી રહી છે. જ્યારે પતિ રવિન્દ્ર ખેરનાથનો કોઈ પત્તો લાગ્યો નથી. જેની શોધખોળ ચલાવી રહી છે.