ભરૂચના પાલેજ તથા કિશનાડ ખાતે ગાંધી સંકલ્પ યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત

New Update
ભરૂચના પાલેજ તથા કિશનાડ ખાતે ગાંધી સંકલ્પ યાત્રાનું કરાયું ભવ્ય સ્વાગત

દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ‍૧૫૦ મી જન્મજયંતિ પ્રસંગે ભાજપા દ્વારા આયોજિત ગાંધી સંકલ્પ યાત્રાનું ભરૂચના પાલેજ તેમજ કિશનાડ ખાતે ભવ્ય સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના મુલ્યોને અપણે જીવનમાં ઉતારી તેઓની વિચારધારાને અપનાવી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન તેમજ પ્લાસ્ટિક મુક્ત ભારતના સુત્રને સાર્થક બનાવી દેશને સ્વચ્છ તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ માટે આહવાન કર્યુ હતું.

ત્યારબાદ ગાંધી સંકલ્પ યાત્રાના મુખ્ય વક્તા ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાએ પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું.કે મહાત્મા ગાંધીજીએ જે રીતે અંગ્રજોની ગુલામીમાંથી મુક્ત કરી દેશને સ્વતંત્રતા અપાવી એ દેશને આપણે સ્વચ્છ રાખી તેમજ પ્લાસ્ટિક મુક્ત બનાવી દેશને સ્વચ્છ બનાવવા આહવાન કર્યુ હતું. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના જે વિચારો છે ગરીબલક્ષી જે વિચારો છે. તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ છેવાડાના વ્યક્તિનો વિકાસ થાય એ માટે સરકારની ઘણી બધી યોજનાઓ અમલમાં મુકી છે. તેનો દરેકને લાભ મળે એ માટે સતત પ્રયત્નશીલ છે.

ગાંધીજીના સારા વિચારો લોકો અમલમાં મુકે એ હેતુસર સંકલ્પ યાત્રાનું આયોજન કરાયું છે. આ પ્રસંગે પાલેજ ભાજપાના સલીમ વકિલ, રોહિત ગેસવાલા, જયેશ કાઠિયાવાડી, ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ નવીન પટેલ, કિશનાડના સરપંચ કૃણાલ પટેલ તેમજ પાલેજ તેમજ કિશનાડ ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનોએ ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Read the Next Article

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી વ્યક્ત

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે.

New Update
csss

રાજ્યમાં આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ મુજબ 25 જુલાઈથી 28 જુલાઈ વચ્ચે રાજ્યના કેટલાક જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે. આજે પણ રાજ્યમાં ચાર વાગ્યા સુધીમાં 47 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે.

કચ્છ-સૌરાષ્ટ્રમાં પણ આજે અને 26થી 28 જુલાઈ વચ્ચે ભારે વરસાદ વરસી શકે છે. ભારે વરસાદી આગાહીને પગલે 23થી 26 જુલાઈ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.અમદાવાદમા પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં રાજ્યના 47 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.આજે રાજ્યમાં સૌથી વધુ નવસારીના જલાલપોરમાં ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે. નવસારી તાલુકામાં સવા બે ઈંચ, મહિસાગરના કડાણામાં દોઢ ઈંચ, તો નવસારીના ગણદેવીમાં સવા ઈંચ વરસાદ વરસ્યો છે.હવામાન વિભાગ દ્વારા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું કે, એક સિસ્ટમ ઉત્તર પૂર્વ ઉત્તરપ્રદેશમાં સર્જાયેલી છે. જે ધીરે ધીરે પશ્ચિમ ઉત્તર પૂર્વ દિશામાં આગળ વધી રહી છે.

Latest Stories