ભરૂચની હોટલમાં ખાનગી ન્યુઝ ચેનલના પ્રતિનિધિનો મૃતદેહ મળી આવતા ચકચાર

New Update
ભરૂચની હોટલમાં ખાનગી ન્યુઝ ચેનલના પ્રતિનિધિનો મૃતદેહ મળી આવતા ચકચાર

ભરૂચ સ્ટેશન રોડને અડીને આવેલ હોટલ આરાધનામાં ખાનગી ન્યુઝ ચેનલના પ્રતિનિધિનો વિકૃત અવસ્થામાં મૃતદેહ મળી આવતા અરેરાટી વ્યાપી ગઈ હતી.

ભરૂચ સ્ટેશન રોડ એસ ટી ડેપો સામે આવેલ હોટેલ આરાધનામાં રોકાયેલા સુરતની ખાનગી ન્યુઝ ચેનલનાં 35 વર્ષીય અમિત પંજાવાનીનો મૃતદેહ વિકૃત હાલતમાં હોટલની રૂમમાંથી મળી આવ્યો હતો.publive-imageજે અંગે A ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવીને અમિત પંજાવાનીનો મૃતદેહ લટકતી હાલત માંથી ઉતારીને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડયો હતો.

જાણવા મળ્યા મુજબ અમિત પંજાવાની તારીખ 9મી ઓગષ્ટથી હોટેલમાં રોકાયા હતા. પોલીસ દ્વારા ઘટના અંગેનું સાચુ કારણ જાણવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

Read the Next Article

અંકલેશ્વર: ક્રાઇમ બ્રાન્ચે ભડકોદ્રા ગામેથી ચોરી થયેલ બાઈક સાથે રીઢા બાઈકચોરની કરી ધરપકડ

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને માહિતી મળી હતી કે અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ સુનીલ નાયકા હાલ સ્પ્લેન્ડર મો.સા.નંબર GJ-16-BE-5905 લઇને અંકલેશ્વર

New Update
css
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને માહિતી મળી હતી કે અગાઉ વાહન ચોરીના ગુનાઓમાં પકડાયેલ સુનીલ નાયકા હાલ સ્પ્લેન્ડર મો.સા.નંબર GJ-16-BE-5905 લઇને અંકલેશ્વર GIDC માં એશિયન પેઇન્ટ ચોકડી આસપાસ ફરે છે જેના આધારે પોલીસે વોચ ગોઠવતા આરોપીને ઝડપી પાડી તેની અટકાયત કરતા તેણે આ બાઈક ભડકોદરા નવી વસાહતમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે આરોપી પાસેથી બાઈક કબ્જે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.